CWC મીટિંગ: મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ રાહુલને અધ્યક્ષ બનવા વિનંતી કરી, મળ્યો આ જવાબ
બે દિવસ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણીની માંગ પણ ઉભી થઇ હતી. તે સમય દરમિયાન સોનિયા ગાંધીએ G-23 ના નારાજ નેતાઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને જ સંપૂર્ણ સમયના પ્રમુખ માને.
બે દિવસ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણીની માંગ પણ ઉભી થઇ હતી. તે સમય દરમિયાન સોનિયા ગાંધીએ G-23 ના નારાજ નેતાઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને જ સંપૂર્ણ સમયના પ્રમુખ માને. જોકે, ઘણા નેતાઓ રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવાની માંગ કરી રહ્યા છે. કેટલાક નેતાઓએ આ માટે રાહુલને વિનંતી કરી હતી, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે.

ખડગેના જણાવ્યા અનુસાર CWC બેઠકમાં બધાએ સંમતિ આપી અને રાહુલ ગાંધીને તાત્કાલિક કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ બનવા વિનંતી કરી હતી. જેના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ આ વિશે વિચારશે, તેમજ તે પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખશે. ખડગેએ વધુમાં જણાવ્યું કે, બેઠકમાં અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, કૃષિ કાયદો, લખીમપુર ખેરી ઘટના, જમ્મુ -કાશ્મીરની સ્થિતિ, અર્થતંત્ર અને ઠરાવો પસાર કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
સોનિયાજી એ કહી આ વાતો
કોંગ્રેસનું G-23 જૂથ એક વર્ષથી હાઈકમાન્ડથી નારાજ છે. જેમાં કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. તેમની માંગ નવા પ્રમુખ સહિત પક્ષમાં સુધારા લાગુ કરવાની છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે જો તમે મને આ કહેવાની પરવાનગી આપો તો હું કહીશ કે હું કોંગ્રેસનો પૂર્ણ સમયની અધ્યક્ષ છું. મારે મીડિયામાં આ વિશે વાત કરવાની જરૂર નથી. તે જ સમયે મને લાગે છે કે મારા સુધી પહોંચવા માટે કોઈએ મીડિયાની જરૂર ન હોવી જોઈએ, મારી સાથે સીધી વાત થઈ શકે છે. તેમણે કહ્યું કે પાર્ટીમાં સંગઠનની ચૂંટણીઓ પર પણ કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
