રુપ બદલી રહ્યો છે મંકીપૉક્સ, પહેલા કરતા અલગ લક્ષણો સાથે પસારી રહ્યો છે પગઃ બ્રિટિશ મેડિકલ જર્નલ
ભારતમાં મંકીપૉક્સના દર્દીના મોત બાદ સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
નવી દિલ્લીઃ ભારતમાં મંકીપૉક્સના દર્દીના મોત બાદ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. દિલ્લીમાં મંકીપૉક્સના વધુ એક દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. ભારત સહિત આફ્રિકાની બહાર અત્યાર સુધીમાં ચારથી વધુ લોકો મંકીપૉક્સ રોગથી મૃત્યુ પામ્યા છે. લોકોને આ ચેપી રોગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકોને તેના લક્ષણોને હળવાશથી ન લેવાની અપીલ કરવામાં આવી રહી છે.

શું કહે છે અભ્યાસ
બ્રિટિશ મેડિકલ જર્નલે તેના અભ્યાસમાં લખ્યુ છે કે મંકીપૉક્સથી પીડિત લોકોમાં જોવા મળતા લક્ષણો પહેલા કરતા અલગ છે. તે હવે વાયરલ ઇન્ફેક્શનની જેમ હવે નથી રહ્યો. જર્નલે 197 મંકીપૉક્સ કેસોનો અભ્યાસ કર્યો અને તેને પ્રકાશિત કર્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે મંકીપૉક્સના દર્દીઓમાં જોવા મળતા કેટલાક સામાન્ય લક્ષણોમાં દુખાવો, સોજો, ત્વચા પર ફોલ્લીઓ, ફોલ્લીઓ, ચકામા અને ખંજવાળ છે. જે પહેલાના કેસો કરતા અલગ દેખાય છે. આ સિવાય હવે જે લોકો આ બીમારીની ઝપટમાં આવી રહ્યા તેઓ મળાશયમાં દુખાવાની ફરિયાદ કરતા રહે છે. અભ્યાસમાં 197 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે સરેરાશ 38 વર્ષની ઉંમરના હતા. જેમાંથી 196 લોકો ગે, હોમોસેક્સ્યુઅલ હતા.
જ્યારે આ લોકોના લક્ષણો ગંભીરતાથી તપાસવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યુ કે મોટાભાગના લોકોને તાવની સમસ્યા હતી. હાથ-પગમાં સોજો સમસ્યા જોવા મળી છે. જો તેના અન્ય લક્ષણો પર નજર નાખીએ તો વારંવાર તાવ, શરીરમાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ, સોજો, ખંજવાળ, સુસ્તી વગેરે જોવા મળે છે. તે ચહેરાથી શરૂ થાય છે અને ચેપ 10થી 12માં આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ રોગ ચેપ દ્વારા એકબીજાથી ફેલાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
