બંધ થઇ જશે 100થી વધુના મૂલ્યની ચલણી નોટ? અદાલતે સરકારને પૂછ્યો સવાલ
દિલ્હી હાઇકોર્ટે 100 રૂપિયાથી વધુના મૂલ્યની તમામ નોટો પરત ખેંચવાની અને દસ હજારથી વધુની રોકડની લેણદેણ પર રોક લગાવવાની માંગ કરવાની વાળી અરજી પર કેન્દ્ર અને દિલ્હી સરકારે બુધવારના રોજ પોતાનો પક્ષ રાખવા માટે જણાવ્યું હતું.
અરજીમાં 50,000 રૂપિયાથી વધુની તમામ સંપત્તિઓને આધાર સાથે લિંક કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત એર ટિકિટ અને ટ્રેન ટિકિટ, વીજળી બિલ, એલપીજી બિલ, સીએનજી બિલ, મ્યુનિસિપલ બિલ અને રૂપિયા 10,000થી વધુના તમામ બિલમાં રોકડનો ઉપયોગ બંધ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેચે અરજીની સુનાવણી કર્યા બાદ કેન્દ્ર અને દિલ્હી સરકારના વકીલને તેના પર સૂચનાઓ લેવા જણાવ્યું હતું. આ સાથે કેસની આગામી સુનાવણી ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.
આ કેસમાં કોર્ટે ઔપચારિક રીતે કોઈને નોટિસ આપી નથી. આ અરજી દાખલ કરનારા એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કોર્ટને અપીલ કરી છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને 10,000 રૂપિયાથી વધુની કિંમતની તમામ પ્રોડક્ટ્સ અને સેવાઓ માટે રોકડ ચૂકવણી પર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ કરે.
ઉપાધ્યાયે આ અરજીમાં જણાવ્યું છે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશનો એક પણ જિલ્લો લાંચરુશ્વત, કાળું નાણું, બેનામી વ્યવહારો અને અપ્રમાણસર સંપત્તિના સંગ્રહથી મુક્ત નથી. આ સિવાય કોઈ જિલ્લો જમીન માફિયા, ખાણ માફિયા, કોન્ટ્રાક્ટ માફિયા અને વ્હાઇટ કોલર રાજકીય માફિયાઓની ચુંગાલમાંથી મુક્ત નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
