CSIR-UGC-NET June 2024 : NEET અને NET બાદ હવે CSIR-UGC-NET પરીક્ષા રદ કરાઈ
CSIR-UGC-NET June 2024 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પરિક્ષાઓને શિક્ષણ માફિયાઓના હવાલે કરી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. નીટ અને નેટ બાદ વધુ એક પરિક્ષા રદ કરાઈ છે.
NTA એ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા 25 થી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. NTAએ આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

પરીક્ષા રદ થવાનું કારણ જણાવતાં NTA એ એક નિવેદનમાં જણાવ્યું કે, અનિવાર્ય સંજોગો તેમજ લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી રહી છે. આ પરીક્ષાના આયોજન માટેનું સુધારેલું સમયપત્રક પછીથી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
NTA એ CSIR UGC NET પરીક્ષા 2024 એવા સમયે મુલતવી રાખી છે જ્યારે NEET પેપર લીક અને UGC NET પરીક્ષા રદ કરવાને લઈને હોબાળો ચાલી રહ્યો છે.
દેશના અનેક રાજ્યોમાં આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સ્થિતિમાં NTAએ આ પરીક્ષા રદ કરવા પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો આપ્યા છે.
NTA એ તેની સૂચનામાં જણાવ્યું કે, આ પરીક્ષા આયોજિત કરવા માટેનું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. NTAએ વિદ્યાર્થીઓને કોઈપણ નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ https://csimet.nta.ac.in ની મુલાકાત લેતા રહેવાની સલાહ આપી છે.
NTA અપડેટ્સ csirnet@nta.ac.in પર પણ જોઈ શકાય છે. આ સિવાય કોઈપણ ક્વેરી માટે ઉમેદવારો NTA હેલ્પ ડેસ્કને 011- 40759000 અથવા 011-69227700 પર કૉલ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
