Cruise Drug case update : NCBએ ક્રુઝ પર ફરી રેડ કરી તો મળ્યું મ્યાઉ મ્યાઉ
ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી કેસમાં NCBએ ફરી રેડ પાડ્યા છે. ક્રુઝ પરના તાજેતરના રેડમાં ડ્રગ્સ મેળવવાની બાબત સામે આવી છે. ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટીના કેસમાં નાર્કોટિક્સ વિભાગની ટીમે સોમવારના રોજ ફરી ક્રુઝ પર રેડ કરી હતી.
Cruise Drug case update : ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી કેસમાં NCBએ ફરી રેડ પાડ્યા છે. ક્રુઝ પરના તાજેતરના રેડમાં ડ્રગ્સ મેળવવાની બાબત સામે આવી છે. ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટીના કેસમાં નાર્કોટિક્સ વિભાગની ટીમે સોમવારના રોજ ફરી ક્રુઝ પર રેડ કરી હતી. આ વહેલી સવારના રેડમાં NCBની ટીમને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પણ મળ્યો હતો, જે બાદ ક્રુઝમાંથી 8 લોકોને પકડવામાં આવ્યા છે.
NCBના અધિકારીઓએ ક્રુઝમાંથી કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા
હાલ રેડ ચાલુ છે અને તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ડ્રગ્સ મળી આવ્યું છે, તેને Mepehdrone (Meow Meow) ડ્રગ્સ કહેવામાં આવે છે. NCBના અધિકારીઓએ ક્રુઝમાંથી કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા.

આ અગાઉ NCB દ્વારા જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, તેમાં શ્રેયસ નાયર છે. શ્રેયસ નાયર આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝનો સામાન્ય સંપર્ક છે. શ્રેયસ બંનેને એમડી ગોળીઓ સપ્લાય કરતો હતો.
દિલ્હી, મુંબઈ સહિત બેંગ્લોર અને ગોવાના ઘણા વિસ્તારોમાં NCB દ્વારા રેડ
સંયુક્ત નિયામક સમીર વાનખેડેની આગેવાનીમાં 20 અધિકારીઓની ટીમ ક્રૂની પૂછપરછ કરવા માટે સવારે 6 કલાકે ક્રુઝ પર પહોંચી હતી. જહાજમાં હાજર તમામ 1800 લોકોની યાદી મેળવી લેવામાં આવી છે. જેના આધારે ઘણા નામો ફિલ્ટર કરવામાં આવ્યા છે, જેની શોધમાં દિલ્હી, મુંબઈ સહિત બેંગ્લોર અને ગોવાના ઘણા વિસ્તારોમાં NCB દ્વારા રેડ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ NCB રિમાન્ડ પર છે. હજૂ ઘણા પાસાઓ શોધવાના બાકી છે. ક્રુઝ પરથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ડ્રગ્સના વપરાશ અને પુરવઠા માટે તે ક્રૂઝ પર લાવવામાં આવ્યા હતા. પકડાયેલા 8 માંથી 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમના એક દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતા. જ્યારે અન્ય 5 લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. NCB ની કાર્યવાહી હજૂ ચાલી રહી છે.
મુંબઈ ક્રૂઝ શિપ પર રેવ પાર્ટીમાં 8 લોકોની ધરપકડ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શનિવારના રોજ રાત્રે મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર રેવ પાર્ટી પર રેડ કરવામાં આવી હતી. જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NCBના અધિકારીઓએ રેડ દરમિયાન વિવિધ ગેરકાયદેસર દવાઓ જેમ કે કોકેન, ચરસ અને MDMA જપ્ત કર્યા છે. NCB દ્વારા અટકાયત કરાયેલા લોકોને રવિવારના રોજ મુંબઈ પરત લાવવામાં આવશે.
NCB એ જણાવ્યું છે કે, મુંબઈના દરિયા કિનારે ક્રુઝ પર રેવ પાર્ટીના આયોજકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને આજે રાત્રે 11 વાગ્યે NCB સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. શનિવારના રોજ પાર્ટી પર રેડ કર્યા બાદ 3 મહિલાઓ સહિત કુલ 13 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
