હનુમાન જયંતિ પર બંગાળ સરકાર એલર્ટ, ત્રણ શહેરોમાં CRPF તૈનાત કરાઈ
રામનવમી પર જોવા મળેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળ સરકાર એલર્ટ જોવા મળી રહી છે. હાવડામાં હિંસા થયા બાદ હવે મમતા સરકારે હનુમાન જયંતિને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે અને CRPF તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, હનુમાન જયંતિના દિવસે કોલકાતા, ચંદનનગર અને બેરકપુરમાં CRPF જવાનોને તૈનાત કરાશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટ પાસે હનુમાન જયંતિ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કેન્દ્ર સરકારને ફોર્સ આપવા માટે નિર્દેશ માંગ્યો હતો. કોર્ટનો આદેશ રામ નવમીની ઉજવણી દરમિયાન અને પછી બંગાળના કેટલાક જિલ્લાઓમાં ફાટી નીકળેલી અથડામણને લઈને આવ્યો હતો.
એક તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા સેના ઉતારવામાં આવી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને હનુમાન જયંતિને શાંતિપૂર્ણ રીતે ઉજવવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, આવતીકાલે હનુમાન જયંતિ છે, દરેકને શાંતિપૂર્વક ઉજવણી કરવા અપીલ છે. ધર્મ એ વ્યક્તિગત પસંદગી છે, તહેવારો બધા માટે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
