Prayagraj: એસટીએફ સાથે અથડામણમાં અંસારી ગેંગના બે શૂટર ઠાર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(એસટીએફ) અને બદમાશો વચ્ચે અથડામણ થઈ.

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(એસટીએફ) અને બદમાશો વચ્ચે અથડામણ થઈ. અરેલ વિસ્તારના કછારમાં થયેલી અથડામણમાં બે બદમાશ વકીલ પાંડે ઉર્ફે રાજૂ પાંડે અને અમજદ ઉર્ફે પિંટુ માર્યા ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ બંને મુન્ના બજરંગી, મુખ્તાર અંસારી ગેંગના શૂટર હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દિલીપ મિશ્રા માટે કામ કરતા હતા.

stf

કહેવામાં આવી રહ્યુ છે કે આજે સવારે STF અને બદમાશો વચ્ચે અથડામણ થઈ. બંને તરફથી જોરદાર ફાયરિંગ કરવામાં આવ્યુ. આ અથડામણમાં બંને બદમાશો ઘાયલ થઈ ગયા. પોલિસ બંને ઘાયલોને હોસ્પિટલ લઈને ગઈ જ્યાં બંનેને મૃત જાહેર કરી દીધા. આ બંને બદમાશ પર 50,000 રૂપિયાનુ ઈનામ હતુ અને પ્રયાગરાજમાં એક રાજકીય વ્યક્તિની હત્યા કરવા માટે પ્રયાગરાજ આવ્યા હતા.

STFએ માર્યા બંને શૂટરોને

આ વિશે માહિતી આપતા સીઓ એસટીએફ નવેન્દુ સિંહે કહ્યુકે અમને સમાચાર મળ્યા હતા કે બે સોપારી કિલર પ્રયાગરાજમાં કોઈની હત્યા માટે આવવાના છે અને માટે ગુરુવારે સવારે એસટીએફની ટીમ નેની સોમેશ્વર નાથ મંદિર તિરાહા પાસે ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન બાઈક સવાર બે બદમાશો ત્યાંથી પસાર થયા. એસટીએફે તેમનો રોકવાની કોશિશ કરી તો તે ફાયરિંગ કરવા લાગ્યા ત્યારબાદ એસટીએફે ઘેરાબંધી કરીને બદમાશો પર વળતુ ફાયર કર્યુ જેમાં બંને બદમાશોને ગોળી વાગી ગઈ. બંને બાઈકથી પડી ગયા. બંનેને સ્વરૂપરાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડૉક્ટરોએ મૃત ઘોષિત કરી દીધા.

ડેપ્યુટી જેલરની હત્યાની સોપારી લીધી હતી

STFના જણાવ્યા મુજબ આ બંને શાતિર બદમાશ હતા જેમણે ઘણા લોકોની હત્યા કરી હતી. તેમણે જ વારાણસીમાં ધોળે દિવસે ડેપ્યુટી જેલર અનિલ ત્યાગીની હત્યા કરી હતી અને તેમણે જ રાંચીના ડેપ્યુટી જેલરની હત્યાની સોપારી લીધી હતી. બંને બદમાશો પાસેથી 32 બોર અને 9એમએમની પિસ્ટલ કારતૂસ અને બાઈક મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X