દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,879 નવા કેસ, 487 લોકોના થયા મોત

અનલૉક બાદથી ભારતમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે.

અનલૉક બાદથી ભારતમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે હવે રોજના 23-24 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા સાડા સાત લાખથી વધુ થઈ ગઈ છે. કોરોનાના કેસ વધવાનુ કારણ ટેસ્ટિંગનુ વધવુ પણ માનવામાં આવી રહ્યુ છે.

સક્રિય કેસની સંખ્યા 2,69,789

સક્રિય કેસની સંખ્યા 2,69,789

આરોગ્ય મંત્રાલય તરફથી જારી આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 24879 કેસ સામે આવ્યા છે સાથે જ 487 લોકોના મોત થયા છે. આ સાથે જ હવે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7,67,296 થઈ ગઈ છે. જેમાંથી 4,76,378 દર્દી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે 21,129 લોકોના મોત થયા છે. આ કારણે હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,69,789 છે.

ટેસ્ટિંગ પણ વધ્યુ

ટેસ્ટિંગ પણ વધ્યુ

માર્ચમાં કોરોના વાયરસ જ્યારથી શરૂ થયુ ત્યારથી ટેસ્ટિંગની સંખ્યા વિશે સતત સવાલ ઉઠી રહ્યા હતા. આ દરમિયાન 15 હજાર ટેસ્ટ રોજના આખા દેશમાં થતા હતા. હવે ત્રણ મહિના બાદ ટેસ્ટિંગ માટે દેશમાં મોટો સુધારો થયો છે. જેના કારણે બુધવારે 2,67,061 સેમ્પલની તપાસ થઈ. આ સાથે જ 8 જુલાઈ સુધી દેશમાં 1.07,40,832 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.

શું છે દુનિયાના હાલ?

શું છે દુનિયાના હાલ?

વળી, આખી દુનિયામાં અત્યાર સુધી 1,21,70,570 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે જેમાં 552,112 લોકોના મોત થયા છે જ્યારે 7,069,283 લોકો રિકવર થઈ ચૂક્યા છે. આ કારણથી હવે સક્રિય કેસોની સંખ્યા 45,49,175 ની આસપાસ જ છે. વર્તમાન સમયમાં અમેરિકા કોરોનાનુ કેન્દ્ર બનેલુ છે જ્યાં 31 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X