મધ્યપ્રદેશ: શિવરાજનું કેવું સુરાજ્ય, પ્રેમીપંખીડાને કરાવી ન્યૂડ પરેડ અને ડાન્સ
ભોપાલ, 17 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ પોતાના ભાષણમાં મધ્યપ્રદેશના સુશાસનના ગુણગાન કરતાં થાકતાં નથી. શિવરાજ સિંહ ચૌહાણને સુરાજ્યનો પર્યાય દર્શાવવામાં આવે છે. પરંતુ આજે જે તસવીર મધ્યપ્રદેશમાંથી નિકળીને બહાર આવી છે તે કોઇપણ સભ્ય સમાજની લાગતી નથી. શિવરાજના રાજમાં એક પ્રેમી જોડાને ફક્ત એટલા માટે નગ્ન કરી ફેરવવામાં આવ્યા, કારણ કે તેમને સમાજના ઠેકેદારોની વાત ન માની અને લગ્ન કરી લીધા હતા. આ સનસનીખેજ અને શરમજનક ઘટના મધ્યપ્રદેશના ઘારા જિલ્લાના ધામનૌદ પોલીસ મથક વિસ્તારની છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પંચાયતના ફરમાન પર પ્રેમી જોડાને નગ્ન કરવામાં આવ્યા અને પછી તેમના શરીર પર કાલો કલર કરી આખા ગામમાં ફેરવવામાં આવ્યા. આટલું જ નહી નગ્ન જોડાને નગ્ન નચાવવામાં પણ આવ્યા હતા. આ કેસમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 4 પોલીસ કર્મીઓને સંસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધાર જિલ્લામાં બલવારી પંચાયતના ખોકરિયા ગામમાં મંગળવારે એક વિવાહિત અને તેના પ્રેમીને ગામના કેટલાક લોકોને બયડીપુરા અને બલવારીથી પકડીને લાવવામાં આવ્યા.

તેમને ગરબા પંડાલમાં લાવવામાં આવ્યા, ત્યારબાદ તેમના કપડાં ફાડી દેવામાં આવ્યા. ત્યારબાદ બંનેના શરીર પર કાળો કલર કરી તેમને ગામમાં ફેરવવામાં આવ્યા. કહેવામાં આવે છે કે ફેરવતી વખતે યુવક પાસે આખા રસ્તામાં થાળી વગડાવવામાં આવી હતી. ગામમાં ફેરવતી વખતે જ્યારે બંને છોડી મુકવાની આજીજી કરતાં અટકી પડતાં તો તેમને ખીલા વડે મારવામાં આવતાં હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
