નોઈડામાં શરૂ થવા જઈ રહી છે દેશની મેટ્રો કોચ રેસ્ટોરન્ટ, જાણો શું હશે ખાસ?
નોઈડામાં પહેલી મેટ્રો કોચ રેસ્ટોરન્ટ શરૂ થવા જઈ રહી છે. આ રેસ્ટોરન્ટમાં બેસીને લોકો ખાવા-પીવાનો આનંદ ઉઠાવી શકશે.
નોઇડામાં એક્વા લાઇન પર આ પ્રથમ મેટ્રો કોચ રેસ્ટોરન્ટ મંગળવારથી શરૂ થઈ રહી છે. જો તમે ખાવા-પીવાના શોખીન છો અને નવી જગ્યાઓ ટ્રાય કરો છો તો આ તમારા માટે એક નવા અનુભવ સાથેનું સ્થળ બની શકે છે.

આ પહેલ નોઇડા-ગ્રેટર નોઇડા એક્વા લાઇનના સેક્ટર-137 સ્ટેશનથી શરૂ થવા જઇ રહી છે, જે રાજ્યની પ્રથમ મેટ્રો કોચ રેસ્ટોરન્ટ હશે. મંગળવારે સાંજે લગભગ 7.30 વાગ્યે નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશનના એમડી અને નોઇડા ઓથોરિટીના સીઇઓ ડૉ. લોકેશ એમ દ્વારા તેનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવશે.
માહિતી અનુસાર, અહીં ભાડું કલાકના આધારે નક્કી કરવામાં આવ્યું છે. મેટ્રો જેવા કોચની અંદરની રેસ્ટોરન્ટમાં લગભગ 50 લોકો એકસાથે બેસીને ખાઈ શકે છે. જેમાં જન્મદિવસ ઉપરાંત બિઝનેસ મીટીંગ અને પાર્ટીનું પણ આયોજન કરી શકાય છે.
મેટ્રોમાં એક્વા લાઇન પર પણ જન્મદિવસની સુવિધા છે. આ માટે, રસ ધરાવતા વ્યક્તિ પાસેથી કલાકદીઠ ચાર્જ લેવામાં આવે છે. હેવામાં આવી રહ્યું છે કે કંપનીને 9 વર્ષ માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે.
મેટ્રો કોચ રેસ્ટોરન્ટની જવાબદારી સિટી સુપર માર્ટ કંપનીને અપાી છે. જે માસિક ધોરણે ભાડું ચૂકવશે. કંપનીને 100 ચોરસ મીટરનો મેટ્રો કોચ અને લગભગ 200 ચોરસ મીટર બહારનો વિસ્તાર આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટમાં કોચની બંને બાજુ સીટ છે. આ સાથે વચ્ચે જમવાનું ટેબલ આપવામાં આવ્યું છે. કોચમાં એક જાહેરાત પણ હશે, જે માત્ર ખાવા-પીવાની વસ્તુઓને લઈને હશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
