વોટ્સએપ્પ - વી ચેટ એપ્લિકેશન્સ દેશની સુરક્ષા માટે વિલન!!!
નવી દિલ્હી, 23 ઓગસ્ટ : ભારતના યુવાનો વધારે સ્માર્ટ બન્યા છે. તેઓ ફોન કોલ કરવાનો બદલે કે એસએમએસ કરવાને બદલે હવે ઓનલાઇન ચેટિંગ એપ્લિકેશન્સની મદદથી પોતાના મિત્રો અને સગાઓના સતત સંપર્કમાં રહે છે. તેઓ આ દ્વારા પોતાની નાનામાં નાની બાબત શેર કરીને મોજ મસ્તી માણે છે. જો કે યુવાનોની આવી સ્માર્ટનેસ દેશ માટે ખતરો બની છે.
યુવાનો દ્વારા મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવી રહેલા સ્માર્ટ મોબાઇલ ફોનમાં ઉપલબ્ધ વોટસએપ અને વીચેટ જેવી એપ્લિકેશન્સના ઉપયોગથી દેશની સુરક્ષા માટે ખતરો ઉભો થયો હોવાની ચેતવણી સાયબર નિષ્ણાંતોએ આપી છે. અહીં આપને પ્રશ્ન થશે કે ચેટિંગ દ્વારા સેટિંગ કરતા યુવાનોની આ મસ્તી અને દેશની સુરક્ષા વચ્ચે શું સંબંધ છે. દેશની સુરક્ષા માટે ગંભીર જોખમ બનેલી એપ્લિકેશન કેવી રીતે ખતરારૂપ છે તે જાણવા માટે આગળ વાંચો...

ફ્રી મેસેજની દેશને ચૂકવવી પડશે મોટી કિંમત
યુવા વર્ગ સહિત મોટાભાગના લોકોને હવે સસ્તા ભાવે સ્માર્ટ ફોન ઉપલબ્ધ બન્યાં છે. જેમાં વોટ્સએપ અને વીચેટ જેવી એપ્લિકેશન્સ દ્વારા ઇન્ટરનેટનાં માધ્યમથી ફ્રીમાં વીડિયો તથા ટેકસ્ટ મેસેજની સરળતાથી આપલે કરી શકાય છે. સાયબર નિષ્ણાંતોના મતે આવી એપ્લિકેશનોથી લોકોની વ્યકિતગત માહિતી સાથે તો સમાધાન થાય છે પરંતુ તેનાથી દેશની સુરક્ષાને પણ ખતરો ઉભો થાય છે.

લોકપ્રિયતાનું નકારાત્મક પાસું
વોટ્સ એપ્પ અને વી ચેટ આ બંને એપ્લિકેશન્સ આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વિકસીત કરવામાં આવી છે અને તે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જો કે આ લોકપ્રિય એપ્લિકેશનની નકારાત્મક બાબત દેશની સુરક્ષા માટે હીરો નહીં પણ વિલન બની શકે છે.

આ બેલ મુઝે માર જેવી સ્થિતિ
મોબાઇલ ધારકો જ્યારે આ એપ્સને પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે ત્યારે તેઓ કંપનીએ મૂકેલી શરતો સ્વીકારે છે જે મુજબ કંપનીઓ યુઝરના ફોનનો ડેટા, તેઓના સંપર્ક અને વાતચીત બધુ મેળવી શકે છે.

વિદેશમાં આવેલા છે સર્વર
આ કંપનીઓના સર્વર દેશની સરહદોથી બહાર આવેલા હોવાથી સંવેદનશીલ માહિતી સાથે સમાધાન થઇ શકે તે શકય છે. દેશનું સાયબર તંત્ર તેમાં કંઇ કરી શકે નહીં. વોટ્સએપનું સર્વર અમેરિકામાં છે. જ્યારે વીચેટ સર્વર ચીનમાં આવેલું છે. આ બંને એપ્સ દ્વારા લોકો પર ગુપ્ત નજર રખાતી હોવાની અગાઉ શંકા વ્યકત કરાઇ ચૂકી છે.

રાજકારણીઓ પણ ફસાયા
કંપનીઓને લોકોની વાતચીત તથા ડેટા હાથ વગા હોય છે. ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં અગ્રણી રાજકીય નેતાઓ, બિઝનેસમેન, સામાજિક અગ્રણીઓ પણ આ એપ્સનો ઉપયોગ કરે છે અને તેઓ સંવેદનશીલ માહિતી - ડેટાની આ એપ્સની મદદથી આપલે કરતાં હોય તે શકય છે.

તમારા પર નજર રાખવામાં આવે છે
ચીનની કંપની દ્વારા 2011માં વીચેટ એપ લોન્ચ કરાઇ હતી અને ચીન બહાર તેનાં 100 મિલિયનથી વધુ યુઝર્સ છે. ચીનમાં વીચેટ અને અમેરિકામાં વોટસએપથી ત્યાંની સુરક્ષા એજન્સીઓ આપણાં સંદેશા - વાતચીત પર નજર રાખે તે શકય છે તેવી ચેતવણી નિષ્ણાંતોએ આપી છે
ફ્રી મેસેજની દેશને ચૂકવવી પડશે મોટી કિંમત
યુવા વર્ગ સહિત મોટાભાગના લોકોને હવે સસ્તા ભાવે સ્માર્ટ ફોન ઉપલબ્ધ બન્યાં છે. જેમાં વોટ્સએપ અને વીચેટ જેવી એપ્લિકેશન્સ દ્વારા ઇન્ટરનેટનાં માધ્યમથી ફ્રીમાં વીડિયો તથા ટેકસ્ટ મેસેજની સરળતાથી આપલે કરી શકાય છે. સાયબર નિષ્ણાંતોના મતે આવી એપ્લિકેશનોથી લોકોની વ્યકિતગત માહિતી સાથે તો સમાધાન થાય છે પરંતુ તેનાથી દેશની સુરક્ષાને પણ ખતરો ઉભો થાય છે.
લોકપ્રિયતાનું નકારાત્મક પાસું
વોટ્સ એપ્પ અને વી ચેટ આ બંને એપ્લિકેશન્સ આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વિકસીત કરવામાં આવી છે અને તે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જો કે આ લોકપ્રિય એપ્લિકેશનની નકારાત્મક બાબત દેશની સુરક્ષા માટે હીરો નહીં પણ વિલન બની શકે છે.
આ બેલ મુઝે માર જેવી સ્થિતિ
મોબાઇલ ધારકો જ્યારે આ એપ્સને પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે ત્યારે તેઓ કંપનીએ મૂકેલી શરતો સ્વીકારે છે જે મુજબ કંપનીઓ યુઝરના ફોનનો ડેટા, તેઓના સંપર્ક અને વાતચીત બધુ મેળવી શકે છે.
વિદેશમાં આવેલા છે સર્વર
આ કંપનીઓના સર્વર દેશની સરહદોથી બહાર આવેલા હોવાથી સંવેદનશીલ માહિતી સાથે સમાધાન થઇ શકે તે શકય છે. દેશનું સાયબર તંત્ર તેમાં કંઇ કરી શકે નહીં. વોટ્સએપનું સર્વર અમેરિકામાં છે. જ્યારે વીચેટ સર્વર ચીનમાં આવેલું છે. આ બંને એપ્સ દ્વારા લોકો પર ગુપ્ત નજર રખાતી હોવાની અગાઉ શંકા વ્યકત કરાઇ ચૂકી છે.
રાજકારણીઓ પણ ફસાયા
કંપનીઓને લોકોની વાતચીત તથા ડેટા હાથ વગા હોય છે. ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં અગ્રણી રાજકીય નેતાઓ, બિઝનેસમેન, સામાજિક અગ્રણીઓ પણ આ એપ્સનો ઉપયોગ કરે છે અને તેઓ સંવેદનશીલ માહિતી - ડેટાની આ એપ્સની મદદથી આપલે કરતાં હોય તે શકય છે.
તમારા પર નજર રાખવામાં આવે છે
ચીનની કંપની દ્વારા 2011માં વીચેટ એપ લોન્ચ કરાઇ હતી અને ચીન બહાર તેનાં 100 મિલિયનથી વધુ યુઝર્સ છે. ચીનમાં વીચેટ અને અમેરિકામાં વોટસએપથી ત્યાંની સુરક્ષા એજન્સીઓ આપણાં સંદેશા - વાતચીત પર નજર રાખે તે શકય છે તેવી ચેતવણી નિષ્ણાંતોએ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications