ત્રીજી લહેરનુ જોખમ વધ્યુ! 24 કલાકમાં મળ્યા કોરોનાના 44658 નવા દર્દી, 496ના મોત

ભારતમાં એક વાર ફરીથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં એક વાર ફરીથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44658 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 32988 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 496 લોકોના કોરોનાથી જીવ જઈ ચૂક્યા છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 3,44,899 છે જ્યારે અત્યાર સુધી 4,36,861 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. વળી, દેશમાં કોરોના રસીકરણ અભિયાનની વાત કરીએ તો વેક્સીનનો 61,22,08,542 ડોઝ લોકોને અત્યાર સુધી લગાવવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 79,48,439 કોરોનાના ડોઝ લગાવવામાં આવ્યા છે.

coronavirus

દિલ્લીમાં ગુરુવારે જાહેર કરેલ આંકડાઓ મુજબ એક દિવસમાં કોરોનાના 45 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ દરમિયાન એક પણ દર્દીનુ મોત થયુ નથી. દિલ્લીમાં અત્યાર સુધી 25,080 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઉપરાંત કોરોના સંક્રમણનો દર 0.06 ટકા છે. સક્રિય દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો આ આંકડો 413 છે જેમાં હોમ આઈસોલેશનમાં 107 દર્દી છે. સક્રિય કોરોના દર્દીઓનો દર 0.28 ટકા અને રિકવરી દર 98.22 છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅંટના જે દર્દી મળ્યા છે તેમાંથી લગભગ 65 ટકા લોકોએ વેક્સીન લીધી નહોતી. રાજ્યમાં કોરોના વેક્સીન પર ભરોસો વધી રહ્યો છે અને ઘણી મોટી સંખ્યામાં લોકો રસી મૂકાવી રહ્યા છે. જો કે ત્રીજી લહેરની સંભાવના દરમિયાન હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કરોને લાગે છે કે તેમને રસીનો ત્રીજો ડોઝ મળવો જોઈએ. કેરળમાં કોરોના ફરીથી ગતિ પકડી રહ્યુ છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ રોજના ચાર હજારથી કેસ વધીને પાંચ હજારનો આંકડો સ્પર્શી રહ્યા છે.

દેશમાં ગયા વર્ષે સાત ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને પાંચ ઓગસ્ટે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર જતા રહ્યા. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસ એક કરોડને પાર થયા. ચાર મેના રોજ બે કરોડને પાર થયા અને 23 જૂને ત્રણ કરોડને પાર થઈ ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X