કોરોનાના વેગમાં થયો ઘટાડો, 24 કલાકમાં મળ્યા 30,549 નવા કેસ અને 38,887 દર્દી થયા રિકવર

ભારતમાં કોરોના વાયરસની ગતિ મંગળવારે(3 ઓગસ્ટ) થોડી ઘટી છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની ગતિ મંગળવારે(3 ઓગસ્ટ) થોડી ઘટી છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ 3 ઓગસ્ટે ભારતમાં છેલ્લા 24 કલકામાં કોરોના વાયરસના 30,549 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 38,887 લોકો કોવિડ-19થી રિકવર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 422 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4,04,958 છે. વળી, દેશમાં મહામારીથી અત્યાર સુધી 4,25,195 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હવે કુલ 3,08,96,354 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 3,17,26,507 છે.

coronavirus

દેશમાં અત્યાર સુધી 47,85,44,114 વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. વળી, છેલ્લા 24 કલાકમાં 61,09,587 રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડ કે ભારત બાયોટેકની કોવેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. દિલ્લી, ગુરુગ્રામ, બેંગલુરુ, ગુવાહાટી, કોચ્ચિ, કોલકત્તા સહિત કેટલાક શહેરોમાં રશિયાના સ્પૂતનિક વેક્સીન પણ આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વયારસનો રિકવરી રેટ હવે 97.38 ટકા છે. વળી, દૈનિક પૉઝિટિવિટી રેટ 1.85 ટકા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) દ્વારા ભારતમાં અત્યાર સુધી 47,12,94,789 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, 2 ઓગસ્ટે એક દિવસમાં 16,49,295 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અત્યારે કેરળથી સામે આવી રહ્યા છે. વળી, તમિલનાડુને છોડીને કેરળ અને તેના પડોશી રાજ્યોમાં પણ છેલ્લા અમુક દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. વળી, ગયા સપ્તાહમાં કેરળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિત 13 રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે. અમુક રાજ્યોમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવા માટે કહ્યુ છે. કેન્દ્રએ કહ્યુ છે કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણના દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને ત્યાં નિયમોનુ પાલન કરવાની સખત જરૂર છે. 46 જિલ્લાઓ 10 ટકાથી વધુ સંક્રમણ છે જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં પાંચથી દસ ટકાની વચ્ચે છે. માટે રાજ્યોએ ફરીથી એકવાર કોરોના ટેસ્ટીંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X