Coronavirus Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 30,256 નવા કેસ, 295 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો જોવા મળ્યો છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 30,256 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રવિવારે 30,773 નવા કેસ નોંધવામાં આવ્યા હતા. વળી, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના કારણે 295 લોકોના મોત નીપજ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં હાલમાં 3,18,181 દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 43,938 દર્દી રિકવર થયા છે. અત્યાર સુધી કુલ 3,27,15,105 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે.

coronavirus

તમને જણાવી દઈએ કે દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ કેસ 3,34,78,419 નોંધાયા છે જ્યારે કુલ 3,27,15,105 લોકો ડિસ્ચાર્જ થયા હતા. અત્યાર સુધીમાં કુલ સક્રિય કેસ 3,18,181 છે જ્યારે કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ મોત 4,45,133 થયા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 80,85,69,144 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. જેમાં ગઈ કાલે 37,78,296 લોકોને રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદ્દાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 3413 નવા કેસ નોંધવામાં આવ્યા જ્યારે 49 લોકોના મોત થયા છે. રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ચાર એવા મોટા રાજ્યો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી. ઉત્તરાખંડ અને ઝારખંડમાં પણ કોરોનાથી મોતના સમાચાર નથી. છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી પરંતુ 28 નવા કેસ નોંધવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કેસમાંથી 19,653 કેસ માત્ર કેરળમાં નોંધાયા હતા અને 152 લોકોના મોત થયા હતા.કેરળમાં મુખ્ય સચિવના આદેશ અનુસાર ડિસ્ટ્રિીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી દર સપ્તાહે એવા સ્થળોની ઓળખ કરશે જ્યાં કોરોના સંક્રમણનો પ્રકોપ વધુ હોય. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે વેબસાઈટ અને અન્ય માધ્યમોથી પ્રભાવિત ક્ષેત્રોની માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર દિશા નિર્દેશો અનુસાર નાના કન્ટેનમેન્ટ ઝોનની ઓળખ કરશે અને ત્યાં લૉકડાઉનના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X