કોરોનાના નવા કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 27,254 નવા દર્દી, 219ના મોત
દેશમાં આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જાણો અહીં.
નવી દિલ્લીઃ દેશમાં આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જે લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે કે અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,254 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 37687 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે અને 219 લોકોના છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 3,74,269 છે જ્યારે 4,42,874 લોકો કોરોનાથી અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 27254 નવા કેસ આવ્યા તેમાંથી એકલા કેરળમાં જ 20240 સંક્રમણના દર્દી સામે આવ્યા છે. એકલા કેરળમાં છેલ્લા 24 કલાકમાં 67 લોકોના મોત કોરોનાથી થઈ ચૂક્યા છે. જો કેરલને અલગ કરી દેવામાં આવે તો દેશમાં કોરોનાના માત્ર 7014 કેસ સામે આવ્યા છે. કેરળમાં જોખમ હજુ પણ યથાવત છે અને તમામ કોશિશો છતાં પણ કેરળમાં સંક્રમણ ઘટવાનુ નામ નથી લઈ રહ્યુ.
દુનિયાભરમાં જો કોરોનાના કેસોની વાત કરીએ તો આ સંખ્યા હવે 22.46 કરોડને પાર કરી ગઈ છે. કોરોના દુનિયાભરમાં 46.2 લાખ લોકોનો જીવ લઈ ચૂક્યુ છે. અત્યાર સુધી દુનિયાભરમાં 5.67 અબજ કોરોનાનો ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ કોરોના વેક્સીનનો 5,67,78,28,928 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
