Coronavirus Update: દેશમાં કોરોના કેસોમાં ફરીથી વધારો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 26,727 નવા કેસ, 277 મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે.

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,727 નવા કેસ સામે આવ્યા છે અને 277 લોકોના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ કોરોનાના સક્રિય કેસની સંખ્યા 2,75,224 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 28,246 લોકો રિકવર થયા. અત્યાર સુધી કુલ 3,30,43,144 લોકો રિકવર થઈ ચૂક્યા છે. કોરોનાનો રિકવરી રેટ 97.86 ટકા છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ બે ડિજિટમાં આવી રહ્યા છે ત્યાં કેરળમાં સ્થિતિ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. સામે આવેલા 26727 નવા કેસોમાથી 15,914 કેસ માત્ર કેરળમાં નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ 277 મોતમાંથી 122 દર્દીઓના મોત કેરળમાં થયા છે.

corona

277 નવા મોત સાથે દેશમાં અત્યાર સુધી કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 4,48,339 થઈ ગઈ છે. રાહતના સમાચાર એ છે કે દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે અને અત્યાર સુધી કુલ સંક્રમિતોમાંથી 3,30,43,144 લોકો રિકવર થઈ ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પોતાના બુલેટિનમાં રસીકરણને લઈને પણ મહત્વની માહિતી આપી છે. છેલ્લા 24 કલાકમાં 64,40,451 વેક્સીનેશન થયુ છે. અત્યાર સુધીમાં કુલ 89,02,08,007 લોકોનુ વેક્સીનેશન થઈ ચૂક્યુ છે.

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં કોવિડ-19ના 241 નવા કેસ સામે આવતા સંક્રમિતોની સંખ્યા વધીને 5,59,351 થઈ ગઈ છે અને સંક્રમણથી વધુ ચાર દર્દીઓના મોત થવાથી મૃત્યુ આંક 11,410 થઈ ગયો છે. ઠાણેમાં કોવિડ મૃત્યુ દર 2.03 ટકા છે. પાલઘરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,35,944 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 3276 થઈ ગઈ છે. દિલ્લીમાં ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 47 નવા કેસ સામે આવ્યા ત્યારબાદ રાજધાનીમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 14,38,868 થઈ ગઈ. મૃતકોની સંખ્યા 25,087 પર સ્થિર છે. કોરોના સંક્રમણનો દર 0.06 ટકા છે જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા 400 થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X