કોરોનાનુ જોખમ યથાવતઃ 24 કલાકમાં 379 લોકોના મોત, 16862 નવા દર્દી
તહેવારની સિઝનમાં કોરોના વાયરસ મહામારીનુ જોખમ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 350થી વધુ લોકોના જીવ ગયા છે.
નવી દિલ્લીઃ તહેવારની સિઝનમાં કોરોના વાયરસ મહામારીનુ જોખમ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 350થી વધુ લોકોના જીવ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોના વાયરસના 16862 નવા દર્દી મળ્યા છે જ્યારે 379 લોકોના મોત થયા છે. આના એક દિવસ પહેલા ગુરુવારે કોરોના વાયરસના નવા કેસ 18987 અને મૃતકોની સંખ્યા 246 હતી. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,40,37,592 અને મૃતકોની સંખ્યા 4,51,814 થઈ ગઈ છે.

આ સાથે જ આરોગ્ય મંત્રાલયે એ પણ જણાવ્યુ કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસથી 19391 દર્દી રિકવર થયા અને રિકવર દર્દીઓની સંખ્યા વધીને 3,33,82,100 થઈ ગઈ છે. દર્દીઓનો રિકવરી રેટ વધવાથી કોરોના વાયરસના સક્રિય કેસોમાં ઘટાડો આવ્યો છે અને હાલમાં આ આંકડો 2,03,678 પર આવી ગયો છે.
દેશમાં અત્યાર સુધી આપવામાં આવ્યો 97,14,38,553 ડોઝ
વળી, કોરોના વાયરસ મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાનની ગતિ પણ તેજ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસ વેક્સીનનો કુલ 97,14,38,553 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે અને આમાંથી 30,26,483 રસી છેલ્લા 24 કલાકમાં લગાવવામાં આવ્યા છે.
કેરળમાં નથી ઘટી રહ્યા કોરોનાનો પ્રકોપ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કેસ હજુ પણ દેશના પાંચ રાજ્યોમાં જ સૌથી વધુ છે જેમાં કેરળ સૌથી વધુ પ્રભાવિત છે. કોરોના વાયરસના કુલ કેસોમાંથી 9,246 કેસ અને 96 મોત એકલા કેરળમાં જ નોંધાયેલા છે. કેરળ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ, મિઝોરમ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્ય છે જ્યાં કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા વધુ છે.












Click it and Unblock the Notifications
