આજે ફરીથી વધ્યા કોરોના કેસ, 24 કલાકમાં 1.34 લાખ નવા દર્દી અને 2887 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી વધારો જોવા મળ્યો છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જારી કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 1,34,154 નવા કેસ મળ્યા છે જ્યારે 2887 લોકોના મોત થયા છે. આ દરમિયાન 2,11,499 દર્દી કોરોના વાયરસથી સંક્રમિત થઈને પોતાના ઘરે પાછા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા 1 જૂને કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 1.27 લાખ નવા કેસ મળ્યા. જો કે ગુરુવારે જારી આંકડામાં દૈનિક કેસ વધ્યા છે પરંતુ કોરોનાથી થતા મોતની સંખ્યા ઘટી છે.

coronavirus

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,84,41,986 અને રિકવર દર્દીઓની સંખ્યા 2,63,90,584 થઈ ગઈ છે. આ દરમિયાન રાહતની વાત એ છે કે કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે અને હાલમાં દેશમાં 17,13,413 સક્રિય કેસ બચ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વાયરસના સક્રિય કેસોમાં લગભગ 50 ટકાની કમી આવી છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 3,37,989 લોકોના જીવ ગયા છે.

અત્યાર સુધી વેક્સીનનો 22,10,43,693 ડોઝ આપવામાં આવ્યો

કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો કુલ 22,10,43,693 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જો કે ઘણી રાજ્યો તરફથી વેક્સીનની કમીની વાત કહેવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકારનુ કહેવુ છે તે વેક્સીનની કોઈ કમી નથી. રસીકરણ હેઠળ દેશમાં હાલમાં ત્રણ વેક્સીન સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ઈન્ડિયાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન અને રશિયાની સ્પૂતનિક વી હાજર છે. વળી, અમુક અન્ય વિદેશી વેક્સીન માટે પણ સરકાર અને નિર્માતા કંપનીઓ વચ્ચે વાતચીત ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X