તહેવાર ખતમ થતાં જ ભયાનક થયા કોરોનાના આંકડા, 24 કલાકમાં 501 લોકોના મોત અને 12516 નવા દર્દી

ભારતમાં કોરોના વાયરસના કારણે થઈ રહેલ મોતના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કારણે થઈ રહેલ મોતના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. તહેવાર ખતમ થતાં જ કોરોનાથી થતા મોતની સંખ્યા વધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ શુક્રવારે (12 નવેમ્બર)ના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 501 દર્દીઓના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 12,516 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક દિવસમાં 13,155 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ હવે 1,37,416 છે કે જે 267 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 98.26 ટકા છે.

coronavirus

ભારતમાં હાલમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 4,62,690 છે. વળી, અત્યાર સુધી કુલ રિકવરી 3,38,14,080 થઈ છે. દેશમાં કુલ સંક્રમણના કેસ 3,44,14,186 છે. દેશમાં અત્યાર સુધી કોરોના સામે 1,10,79,51,225 લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) મુજબ ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 11,65,286 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કુલ મળીને 62,10,67,350 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ભારતમાં હાલમાં કોરોના કેસોની સૌથી વધુ સંખ્યા કેરળથી આવી રહી છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7224 કેસ સામે આવ્યા છે. વળી, 47 લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X