કોરોના કેસોમાં આજે ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 13,615 નવા કેસ, પરંતુ સક્રિય કેસોએ વધારી ડૉક્ટરોની ચિંતા

ભારતમાં આજે (12 જુલાઈ) કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો થયો છે.

નવી દિલ્લીઃ ભારતમાં આજે (12 જુલાઈ) કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો થયો છે. મંગળવારે (12 જુલાઈ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 13,615 નવા કેસ નોંધાયા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોવિડ -19ને કારણે 20 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 13 હજાર 265 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના ડેઈલી પૉઝિટિવિટી રેટ 3.23 ટકા છે.

કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 31 હજારને પાર

કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 31 હજારને પાર

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાએ ડૉક્ટરોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસ વધીને 1 લાખ 31 હજાર 043 થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ સોમવારે નોંધાયેલા કેસોની સંખ્યા 1,30,713 હતી. 24 કલાકમાં સક્રિય કોરોના કેસ લોડમાં 330 કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.30 ટકાનો સમાવેશ થાય છે.

જાણો દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

જાણો દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

હાલમાં દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 લાખ 25 હજાર 474 છે. ભારતમાં માર્ચ 2020માં કોરોના રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ થયુ હતુ. દેશમાં કોરોનાના કુલ રિકવરી કેસની સંખ્યા 4,29,96,427 છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 43,652,944 છે.

કોરોના રિકવરી રેટ 98.50 ટકા

કોરોના રિકવરી રેટ 98.50 ટકા

ભારતમાં કોરોના રિકવરી રેટ 98.50 ટકા છે. જ્યારે મૃત્યુ દર 1.20 ટકા છે. ભારતમાં છેલ્લા 7 દિવસમાં 121,294 કેસ નોંધાયા છે. જેના કારણે તબીબોની ચિંતા વધી ગઈ છે. જો કે, નિષ્ણાતોનુ કહેવુ છે કે કોરોનાની ચોથી લહેરની કોઈ શક્યતા નથી. ભારતમાં અત્યાર સુધીમાં 1,990,059,536 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કયા રાજ્યોમાંથી આવી રહ્યા છે સૌથી વધુ કોરોના કેસ

કયા રાજ્યોમાંથી આવી રહ્યા છે સૌથી વધુ કોરોના કેસ

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પાંચ રાજ્યો મહારાષ્ટ્ર (8005213), કેરળ (6675561), કર્ણાટક (3979694), તમિલનાડુ (3503977) અને આંધ્રપ્રદેશ (2324393) છે. હાલમાં સૌથી વધુ કોરોના કેસ આ રાજ્યોમાંથી આવી રહ્યા છે. ભારતમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા પાંચ રાજ્યો કેરળ (26643), પશ્ચિમ બંગાળ (24209), તમિલનાડુ (18802), મહારાષ્ટ્ર (18027) અને કર્ણાટક (6718) છે. વળી, સૌથી વધુ મૃત્યુવાળા પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર (147978), કેરળ (70153), કર્ણાટક (40124), તમિલનાડુ (38028) અને દિલ્હી (26284) છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X