દેશમાં કોરોના વાયરસના 2112 નવા કેસ આવ્યા સામે, 3102 રિકવર

દેશમાં દિવાળીની સિઝનાં કોરોના વાયરસના કેસોમાં સતત ઉતાર-ચડાવ ચાલુ છે. જાણો લેટેસ્ટ અપડેટ.

નવી દિલ્લીઃ દેશમાં દિવાળીની સિઝનાં કોરોના વાયરસના કેસોમાં સતત ઉતાર-ચડાવ ચાલુ છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના મહામારીના 2112 નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ઘટીને 24,043 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,46,40,748 થઈ ગઈ છે.

corona

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકોના મોત થયા છે. જે પછી દેશમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 5,28,957 થઈ ગઈ છે. જેમાંથી કેરળમાં 3 અને પશ્ચિમ બંગાળમાં એક મૃત્યુ નોંધાયુ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે સક્રિય કેસોમાં કુલ મહામારીના 0.05 ટકાનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યુ કે ભારતમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.06 ટકા છે. જ્યારે કોરોનાથી રિકવર સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 98.76 ટકા થઈ ગયો છે. 24 કલાકમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં 994 કેસનો ઘટાડો નોંધાયો છે.

શુક્રવારે કોરોના સક્રિય કેસની સંખ્યા 25,037 હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક પૉઝિટિવિટી દર 1.01 ટકા નોંધવામાં આવ્યો છે. વીકલી પૉઝિટિવિટી દર 0.97 ટકા નોંધવામાં આવ્યો છે. કોરોના રિકવરી કેસની સંખ્યા વધીને 4,40,87,748 થઈ ગઈ છે. જ્યારે કોરોના મૃત્યુ દર 1.18 ટકા નોંધાયો છે. ભારત સરકાર કોરોના સામે લડવા માટે રસીકરણ પર સતત ભાર આપી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 219 કરોડ 53 લાખ 88 હજાર 326 લોકોને કોરોના વાયરસ સામે રસી આપવામાં આવી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં 2 લાખ 90 હજાર 752 લોકોને કોવિડ 19 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X