કોરોનાની બીજી લહેરે 50થી ઓછી ઉંમરના લોકોને વધુ શિકાર બનાવ્યાઃ AIIMS સ્ટડી
કોરોનાની બીજી લહેરે 50થી ઓછી ઉંમરના લોકોને વધુ શિકાર બનાવ્યાઃ AIIMS સ્ટડી
કોરોનાથી દેશમાં લાખો લોકોના મોત થયાં છે. તાજા રિપોર્ટ્સ મુજબ કોરોનાથી મરનાર લોકોની વાત કરીએ તો 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોના વધુ મોત થયાં છે. રિપોર્ટ મુજબ 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની સરખામણીએ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોના કોરોનાના કારણે વધુ મોત થયાં છે. આ રિપોર્ટ એમ્સ દિલ્હી દ્વારા કરવામાં આવેલ લેટેસ્ટ સ્ટડી પર આધારિત છે. સ્ટડીને એમ્સ દિલ્હીના ડાયરેક્ટર ડૉક્ટર સંદીપ ગુલેરિયાએ લખી છે. તેમના ઉપરાંત એમ્સ ટ્રામા સેંટરના ડૉક્ટર રાકેશ મલ્હોત્રા અને અન્ય લોકો પણ આ સ્ટડી કરનાર ટીમમાં સામેલ હતા. આ સ્ટડીને ઈન્ડિયન જર્નલ ઑફ ક્રિટિકલ કેર મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવી છે જે પ્રાથમિક રૂપે પાછલા 4 એપ્રિલથી 24 જુલાઈ વચ્ચેના આંકડાઓ પર આધારિત છે.

654 લોકો આઈસીયૂમાં એડમિટ થયા
એમ્સની સ્ટડીમાં કોવિડથી મૃત્યુ પામનાર લોકો પર અધ્યયન કરવામાં આવ્યું છે. દેશભરમાં અલગ અલગ સેંટર પર કોરોનાથી મરનાર લોકોના આંકડા આમાં સામેલ કરવામાં આવ્યા છે. સ્ટડીમાં જે અવધી લેવામાં આવી છે તેમાં 654 લોકોને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 247 લોકોના મોત થયાં, એટલે કે આ દરમિયાન મૃત્યુદર 37.7 ટકા રહ્યો. જે બાદ વયસ્ક દર્દીઓને અલગ અલગ ઉંમરના આધારે વહેંચવામાં આવ્યા જેથી આસાનીથી સ્ટડી કરી શકાય. જેમાં 18થી 50 અન 50થી 56 અને 65થી વધુ ઉંમરના દર્દીઓને અલગ તારવવામાં આવ્યા.

50થી ઓછી ઉંમર વાળા લોકો વધુ પ્રભાવિત
સ્ટડીમાં જે તારણ સામે આવ્યું તે મુજબ 42.1 ટકા લોકો જેમનું મોત થયું તેમની ઉંમર 18-50 વર્ષ હતી, જ્યારે 51-65 વર્ષની ઉંમરના લોકોની વાત કરીએ તો 34.8 ટકા લોકોના મોત થયાં છે. જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓની વાત કરીએ તો મૃતકોની સંખ્યા 23.1 ટકા છે. મહત્તમ લોકો જેમના કોરોનાથી મૃત્યુ થયાં તેમને હાઈપરટેંશન, ડાયાબિટીઝ, કિડની સંબંધિત બીમારી હતી.

બાળકો માટે વેક્સીનની તૈયારી
આ ઉપરાંત આ લોકોને શ્વાસ લેવામાં સમસ્યા, તાવ અને કફની ફરિયાદ પણ હતી. તમામ દર્દીઓના આંકડા ઈલેક્ટ્રોનિક મીડિયાથી લેવામાં આવ્યા જેને આઈસીયૂ દ્વારા નર્સિંટ નોટમાં તૈયાર કરવામાં આવે છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાવાયરસ સામે લડાઈમાં વેક્સીનની ભૂમિકા મહત્વની છે. દેશમાં બાળકોને કોરોનાની વેક્સીન ઉપલબ્ધ કરાવવી મીલનો પથ્થર સાબિત થશે અને ભવિષ્યમાં સ્કૂલ ખોલવા અને બાળકો માટે બહાર નીકળવાનો રસ્તો ખુલશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
