J&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો
J&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો
મુંબઈઃ આખી દુનિયા હાલ જીવલેણ વાયરસ સામે જંગ લડી રહી છે. લાખો કોશિશો છતાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ નથઈ લઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના મામલા વધવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા પણ વધઈ ગઈ છે, પાછલા 24 કલાકમાં કોરોના વાયરસથી 34 લોકોના મોત થયાં છે જ્યારે 909 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8356 થઈ ગઈ છે, જ્યારે મોતનો આંકડો 273 સુધી પહોંચી ગયો છે.
આ 8356 પીડિતોમાંથી 7367 પૉઝિટિવ કેસ છે, જ્યારે 716 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે, સંક્રમણને જોતા દેશમાં લૉકડાઉન વધવાની પૂરી સંભાવના છે, શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓેને લૉકડાઉન અને કોરોના વાયરસ વિરુદ્ધ રણનીતિ પર ચર્ચા પણ કરી જ્યારે બીજી તરફ એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી વધારવા પર વિચાર કરી રહી છે.

તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી
સંકટના આ સમયે સ્વાસ્થ્યકર્મીઓના પડકારો પણ બેવડા થઈ ગયા છે. આવા સમયમાં જ્યારે આખો દેશ સ્વાસ્થ્યકર્મીઓને સલામ કરી રહ્યો છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ આ સ્વાસ્થ્યકર્મીઓ સાથે અભદ્રતા કરી રહ્યા છે અથવા તેમના પર હુમલો કરી રહ્યા છે. તાજા મામલા જમ્મૂ-કાશ્મીરના બડગામથી આવ્યા છે જ્યાં કોવિડ-19ની તપાસ માટે ગયેલ મેડિકલ ટીમનો પરિવારે બંધક બનાવી લીધી અને છોડાવવા માટે પહોંચેલી પોલીસ ટૂકડી પર પણ પથ્થરમારો કર્યો, પ્રાપ્ત જાણકારી મુજબ બડગામ જિલ્લાના વાથૂર ગામમાં એક મેડિકલ ટીમ એક શખ્સની તપાસ માટે પહોંચી હતી પરંતુ પરિવારે તપાસ કરવાથી ઈનકાર કરી દીધો.

છોડાવવા પહોંચેલી પોલીસ ટીમ પર પથ્થરમારો
એટલું જ નહિ પરિવાર મેડિકલ ટીમને પોતાના ઘરે બંધક બનાવી લીધી. જે બાદ પોલીસને જેવી ખબર પડી તો છોડાવવા માટે ટીમ ત્યાં પહોંચી તો તેમના પર પણ પથ્થરોથી હુમલો કરી દીધો, જેમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે, પોલીસ મુજબ આ મામલામાં મેડિકલ ટીમને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવી છે અને આઈપીસીની કલમ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે.

મેડિકલ સ્ટાફને જરૂરી સુરક્ષા પ્રદાન કરે
મેડિકલ ટીમ સાથે થઈ રહેલી આવી અભદ્રતાને કારણે જ શનિવારે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું, આજે ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી અનુરોધ કર્યો કે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને જરૂરિયાત મુજબ સુરક્ષા પ્રદાન કરે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
