મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈ સહિત 5 શહેરમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવ્યું
મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈ સહિત 5 શહેરમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવ્યું
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને પગલે હાલાત બેકાબૂ થતા જઈ રહ્યા છે. જેને જોતા રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈ સહિત ત્રણ મોટા શહેરોમાં 31 મે સુધી લૉકડાઉન વધારી દીધું છે. જે શહેરોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનો ફેસલો લેવામાં આવ્યો છે, તે- મુંબઈ, પુણે, ઔરંગાબાદ, માલેગાંવ અને સોલાપુર છે.

લૉકડાઉન લંબાવ્યું
ગુરુવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવ રેકોર્ડ વધવાના બધા જ રેકોર્ડ તૂટી ગયા હોવાથી મહારાષ્ટ્ર સરકારે આ શહેરોમાં લૉકડાઉન વધાવાનો ફેસલો લેવો પડ્યો છે. કાલે મહરાષ્ટ્રમાં 1602 નવા કેસ આવ્યા જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ રાજ્યમાં કરોના વાયરસના કુલ કેસ વધીને 27524 થઈ ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે એક દિવસમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં પણ 44નો વધારો થયો છે અને અત્યાર સુધીમાં મૃત્યુનો આંકડો હજારને પાર કરી 1019 થઈ ચૂક્યો છે. એક દિવસમાં જે 44 લોકોના મોત થયા છે, જેમાં એકલા મુંબઈમાં 25, નવી મુંબઈમાં 10, પુણએમાં 2, ઔરગાબાદમાં 2 અને પાનવેલ તથા કલ્યાણમાં 1-1 મોત નોંથાયાં છે.

મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ
કોરોના વાયરસના મામલે મુબઈ માત્ર મહારાષ્ટ્રની જ નહિ બલકે આખા દેશની રાજધાની બની ગયેલ છે, જ્યાં માત્ર ગુરુવારે જ 1000 નવા કેસ સામે આવ્યા. જેને મિલાવી મુંબઈમાં અત્યાર સુધીમા કોરોના વાયરસ પોઝિટિવ દર્દીની સખ્યા વધીને 16500 સુધી પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ મુજબ કોરોના વાયરસના વધતા મામલાને જોતા અમે મુંબઈ, પુણે, સોલાપુર, ઔરગાબાદ અને નાશિક જિલ્લાના માલેગાંવમાં 31 મે સુધી લૉકડાઉન વધારવાનો ફેસલો લીધો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ મામલે કેન્દ્રને લેખિત જાણકારી આપશે. કાલે રાજ્યના મુખ્યમત્રી ઉદ્ધ ઠાકરેએ પણ રાજ્યના આ શહેરોમાં પ્રતિબધ વધારવાને લઈ એક બેઠક કરી હતી.

ભારતમાં કોરોનાના કેસ
જો ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં કુલ 81970 સંક્રમિતો નોંધાયા છે જેમાંથી 2649ના મોત થયા છે જ્યારે 27920 સાજા થઈને ઘરે પહોંચી ગયા છે જે બાદ હજી પણ 51401 સક્રિય મામલા છે. જ્યારે ગુજરાતમા કુલ 9591 કેસ નોધાયા છે જેમાંથી 586 લોકોના મોત થયાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
