કોરોના વાયરસને લઈને બધી હૉસ્પિટલોમાં એલર્ટ, આજે દેશભરમાં થશે મૉક ડ્રિલ
દેશમાં હાલમાં અચાનક વધી રહેલા કોરોના વાયરસના કેસોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર એલર્ટ પર છે. આ દરમિયાન આજે આખા દેશમાં મૉક ડ્રિલનુ આયોજન કરવામાં આવશે. જેમાં કોરોના સંબંધિત તૈયારીઓની તપાસ થશે.
આ ડ્રિલ હેઠળ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હરિયાણાના ઝજ્જરમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)માં તૈયારીઓની સમીક્ષા કરશે. અગાઉ, તેમણે કોરોનાને લઈને રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેમાં તમામને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી.

આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટ સૂચના છે કે 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન'ની વ્યૂહરચના પર ઝડપથી કામ કરવામાં આવે. તમામ કોવિડ પ્રોટોકોલને પણ અનુસરવામાં આવે. આ સિવાય તમામ મહત્વની હૉસ્પિટલોમાં આઈસીયુ બેડ, ઑક્સિજન, પીપીઈ કિટ અને અન્ય વસ્તુઓ તૈયાર કરવામાં આવે.
અમુક નિષ્ણાતો દેશમાં કોરોનાના ચોથી લહેરની આગાહી કરી રહ્યા છે. જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે દરેકને સાવચેત રહેવાની જરૂર છે. અગાઉનુ કોવિડ મ્યુટેશન ઓમિક્રોનનુ BF.7 સબ-વેરિયન્ટ હતુ અને હવે XBB1 સબ-વેરિઅન્ટ સંક્રમણમાં વૃદ્ધિનુ કારણ બની રહ્યુ છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ પેટા વેરિયન્ટ્સ બહુ ખતરનાક નથી.
રવિવારે સવારે જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5357 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 32814 થઈ ગઈ છે. મામલાની ગંભીરતાને જોતા આરોગ્ય મંત્રાલયે ટેસ્ટિંગ વધારી દીધુ છે. જે અંતર્ગત આ સમયગાળા દરમિયાન 1 લાખ 9 હજાર 378 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના કેસમાં ઘટાડાને કારણે લોકો હવે માસ્ક વિના ફરતા હતા પરંતુ લેટેસ્ટ અપડેટ્સને ધ્યાનમાં રાખીને, 5 રાજ્યોએ માસ્કને લઈને નવી સૂચનાઓ જાહેર કરી છે. કેરળ, હરિયાણા, પુડુચેરી, સિક્કિમ અને યુપીમાં માસ્ક પહેરવાનુ ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ સાથે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
