ઓછા થયા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 37154 નવા કેસ, રિકવરી રેટ પણ વધીને થયો 97.22 ટકા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,154 નવા કેસ સામે આવ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,154 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 39,649 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાતી 724 લોકોના મોત થઈ ગયા છે. હાલમાં ભારતમાં હવે કોરોનાના સક્રિય કેસ 4,50,899 થઈ ગયા છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,08,74,376 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 3,00,14,713 રિકવર થઈ ચૂક્યા છે.

corona

દેશમાં કોરોનાની વેક્સીન લગાવવાની ગતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 12,35,287 લોકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી છે જ્યારે 37,73,52,501 વેક્સીનનો ડોઝ અત્યાર સુધી દેશમાં લગાવવામાં આવી ચૂક્યો છે. ભારતમાં કોરોનાથી રિકવરીની વાત કરીએ તો આ દર હવે 97.22 ટકા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ દેશમાં કોરોના સંક્રમણથી મુક્ત થનાર લોકોની સંખ્યા 3,00,07,200 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા રવિવારે 3 કરોડને પાર થઈ ગઈ. હવે સૌથી વધુ રિકવરી મામલે ભારત દુનિયામાં પહેલા સ્થાને છે. જ્યારે બીજા નંબરે અમેરિકા છે. ત્રીજા સ્થાને બ્રાઝિલ છે. દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 6 જાન્યુઆરીએ 1 કરોડ અને 13 મેએ 2 કરોડને પાર થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X