કોરોનાએ વધાર્યું ટેંશન, પીએમ મોદીએ કરી હાઇ લેવલ મીટિંગ
દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના દોઢ લાખથી વધુ કેસ નોંધાયા હતા. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વની બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહ મંત્રી, આરોગ્ય/ગૃહ મંત્રાલયના સચિવો, અધિકારીઓ વગેરે સ
દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના દોઢ લાખથી વધુ કેસ નોંધાયા હતા. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વની બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહ મંત્રી, આરોગ્ય/ગૃહ મંત્રાલયના સચિવો, અધિકારીઓ વગેરે સામેલ છે. પીએમની આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ 27,553 થી 1.6 લાખ સુધી પહોંચી ગયા છે. છેલ્લા બે મોજામાં પણ આટલો ઉછાળો જોવા મળ્યો ન હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,59,632 કેસ નોંધાયા છે, જ્યારે 327 લોકોના મોત થયા છે. આ સિવાય 40863 લોકો આ વાયરસથી સાજા થયા છે. આ નવા આંકડા સાથે, દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3.55 કરોડ થઈ ગઈ છે. જેમાંથી 3,44,53,603 સાજા થઈ ગયા છે, જ્યારે 4,83,790 લોકોએ આ વાયરસને કારણે જીવ ગુમાવ્યો છે. જોકે કોરોનાને હરાવવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, જેનો આંકડો હવે 151.58 કરોડ સુધી પહોંચી ગયો છે.
આજની બેઠકની ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ 26 નવેમ્બર અને 22 ડિસેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બન્ને મીટિંગમાં પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પીએમ મોદીએ રિમોટ એરિયામા વેક્સિન અને દવાના સપ્લાય માટે આઈટી ટૂલ્સનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.
Delhi: Prime Minister Narendra Modi chairs a meeting to review the COVID-19 situation in the country, through video conference pic.twitter.com/EY5u7LAaC3
— ANI (@ANI) January 9, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો










Click it and Unblock the Notifications
