ભારતમાં કોરોનાનો કહેર, પહેલીવાર એક દિવસમાં 350થી વધુના મોત
ભારતમાં કોરોનાનો કહેર, પહેલીવાર એક દિવસમાં 350થી વધુના મોત
નવી દિલ્હીઃ દુનિયાના અલગ અલગ દેશોમાં લાખો લોકોને પતાની ઝપેટમા લેનાર કરોના વાયરસ હવે ભારતમાં કોહરામ મચાવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં 9996 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે આ દરમિયાન 457 લોકોના મોત થયાં છે. કોરોના વાયરસના સંક્રમણ અને તેનાથી થયેલ મોતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ નવા કેસો બાદ કોરોના વાયરસના દર્દીની કુલ સંખ્યા વધીને 286579 થઈ ગઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી 8102 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

એક્ટિવ કેસથી સાજા થનારા દર્દીની સખ્યા વધુ
ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મં્રાલયે કોરોના વાયરસના આંકડા જાહેર કરતા જણાવ્યું કે અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યોમાં 141029 દર્દી ઠીક થઈ ચૂક્યા છે, જે બાદ દેશમાં એક્ટિવ કેસ 137448 બચ્યા છે. કોરોના વાયરસ વિરુદ્ધની લડઈમાં આ વાત એક રાહતના રૂપમાં માનવામાં આવે છે કે કુલ 286579 દર્દીમાં ઠીક થનાર દર્દીની સંખ્યા એક્ટિવ કેસથી વધુ થઈ ગઈ છે.

અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 5213140 સેમ્પલ ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ગુરુવારે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 5213140 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આમાંથી 151808 સેમ્પલ ટેસ્ટ પાછલા 24 કલાકમાં કરવામાં આવ્યા છે. ICMRના અત્યાર સુધીના આંકડા મુજબ કોરોના વાયરસના સેમ્પલ ટેસ્ટ કરાવવાના મામલામાં ભારત દુનયાનો ચોથો દેશ બની ગયો છે. યુપીની રાજધાની લખનઉમાં પણ બુધવારે 1928 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 81 લોકો પોઝિટિવ મળી આવ્યા.

કોરોનાનો ખતર સતત વધી રહ્યો છે
જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીનો ખતરો સતત વધી રહ્યો છે. બુધવારે તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે ડીએમકેના ધારાસભ્ય જે અંબાજગનનું નિધન થઈ ગયું. કોરોનાવાયરસના કારણે કોઈ જનપ્રતિનિધિના મોતનો આ પહેલો મામલ છે. કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ અંબાજગનને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીયત લથડતાં તેમણે પોતાના 62મા જન્મદિવસ પર જ દમ તોડી દીધો.જ્યારે ભાજપના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેની મા માધવી રાજે સિંધિયા પણ કોરોના વાયરસથી સંકરમિત મળી આવ્યા. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને ઈલાજ માટે દિલ્હીના મેક્સ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
