વિભાગો અને ન્યાયતંત્ર વચ્ચે સંકલનથી પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ આવશે-કાયદામંત્રી
ઋષિકેશ પટેલે કહ્યું કે, સિવિલ અને ક્રિમીનલ લીટીગેશન સહિત 70 હજાર જેટલી મેટર કાયદાભવનના 78 વકીલો અને અધિકારીઓની ટીમ હેન્ડલ કરી રહી છે , જે પ્રસંશનીય છે.
અમદાવાદ : અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે કાયદાભવનનું સ્નેહ મિલન યોજાયુ હતું. અહીં ગુજરાતના કાયદામંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ઋષિકેશ પટેલે અહીં પેન્ટિંગ કેસોના નિકાસ પર ભાર મુક્યો અને જણાવ્યુ કે, સરકારી વકીલોના પ્રશ્નો, સમસ્યાઓ અને મૂંઝવણોના ઝડપી સમાધાન માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, સરકારી વિભાગો અને ન્યાયતંત્ર વચ્ચે સંકલનથી પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ આવશે.

અહીં ઋષિકેશ પટેલે આગળ વાત કરતા જણાવ્યું કે, લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટે રાજ્યનું ન્યાયતંત્ર હંમેશા કાર્યશીલ રહ્યું છે. લોકોને સરળતાથી અને સહજતાથી ન્યાય મળે એ માટે આપણે હંમેશા આ જ રીતે આગળ વધવાનું છે અને કાર્ય કરતાં રહેવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કાયદાભવન અને તેની કાર્ય પદ્ધતિ વિશે વાત કરતાં ઉમેર્યું કે, સરકાર વતી લડી રહેલા આ ભવનના અધિકારીઓ અને વકીલો ખૂબ મહત્વની જવાબદારીઓ નિભાવતા હોય છે. તેઓને સરકારના જે તે વિભાગો સાથે સંકલન કરીને તેમનો પક્ષ અને તેમની દલીલો અંગે બ્રિફિંગ જાણીને સરકારનો પક્ષ રજૂ કરવાનો હોય છે, જે મહત્વપૂર્ણ કામગીરી છે. સરકારી વિભાગો અને ન્યાયતંત્ર વચ્ચે સંકલન અને સામંજસ્ય સ્થપાશે તો પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ આવશે. અહીં તેમમે કહ્યું કે, સિવિલ અને ક્રિમીનલ લીટીગેશન સહિત 70 હજાર જેટલી મેટર કાયદાભવનના 78 વકીલો અને અધિકારીઓની ટીમ હેન્ડલ કરી રહી છે , જે પ્રસંશનીય છે.
કાયદામંત્રી ઋષિકેશ પટેલે આગળ જણાવ્યુ કે, સરકારી વકીલોના પ્રશ્નો, સમસ્યાઓ અને મૂંઝવણોના ઝડપી સમાધાન માટે સરકાર પ્રતિબદ્ધ છે. સિસ્ટમમાં યોગ્ય સુધારા વધારા કરીને તેમજ સરકારી વકીલો તરફથી આવતા હકારાત્મક સૂચનો અને સલાહોને પોલીસી મેકિંગમાં ઇમ્પ્લીમેન્ટ કરવા માટે સરકાર હંમેશા તૈયાર છે. સરકારી વકીલો માટે જરૂરી રીસોર્સિસ ઉપલબ્ધ કરાવવા માટે પણ સરકાર ચોક્કસ દિશામાં કાર્યો કરશે.
અહીં ઋષિકેશ પટેલે જૂના કાયદાઓ બાબતે કહ્યું કે, ન્યાયપાલિકાને વધુ સહજ અને સામાન્ય માણસ માટે સરળતાથી એપ્રોચેબલ બનાવવા માટે તથા જૂના પુરાણા કાયદાઓને રદ કરવા અથવા સુધારા કરવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
