ચોર કહ્યા બાદ ભાજપના બીજા મંત્રીએ રાહુલ ગાંધીને ગણાવ્યા નાલાયક બાળક
જેટલીએ કહ્યું- રાહુલ ગાંધી તો નાલાયક બાળક છે!
જબલપુરઃ કેટલાક દિવસો પહેલા જ ભાજપના મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ચોર કહ્યા હતા અને હવે નાણઆમંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી માટે મોટી વાત કહી છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન જેટલીએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા તેમને ક્લાસના નાલાયક બાળકનું બિરુદ આપ્યું. રાફેલ મુદ્દા પર એમણે કહ્યું કે ખાલી વિમાનની કિંમત અને તમામ સંસાધનોથી સુસજ્જિત વિમાનની કિંમતમાં ફરક હોય છે. કેટલાક લોકો જૂઠું બોલી રહ્યા છે. આવા લોકો ક્લાસના એ નાલાયક બાળકની જેમ છે જે 2 અને 2ના સરવાળાને પાંચ કહે છે અને જ્યારે મા કહે છે કે આવામાં તું હારી જઈશ તો તે કહે છે કે મા હું હારીશ ત્યારે જ્યારે હું માનીશ કે 2 અને 2 પાંચ નહિ બલકે ચાર થાય છે.

અરુણ જેટલીએ શિવરાજ સરકારના વખાણ કરતા કહ્યું કે મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકાર બન્યા બાદ દર વર્ષે 20 ટકા સુધીની વૃદ્ધિ થઈ છે અને બીમાર કહેવાતા રાજ્ય, દેશ અને દુનિયાનું સૌથી તેજીથી વિકસિત રાજ્ય બની ગયું. જબલપુરમાં રવિવારે સાંજે પ્રબુદ્ધ જન સંવાદ કાર્યક્રમ દરમિયાન જેટલીએ આમ તો દેશના દરેક જ્વલંત મુદ્દા પર વાત કરી પરંતુ રાફેલ પર સરકારનો પક્ષ રાખતા તેમણે રાહુલ ગાંધીની તુલના ક્લાસના નાલાયક બાળક સાથે કરી દીધી.
જેટલીએ આરબીઆઈની ગાઈડ લાઈન્સ, વ્યાપારીઓની સમસ્યાઓ અને જીએસટી જેવા તમામ મુદ્દા પર જેટલીએ જબલપુરના બુદ્ધિજીવિઓને સરકારના હેતુથી અવગત કરાવી પ્રદેશ અને દેશમાં ભાજપ સરકારને સમર્થન આપવાની અપીલ કરી છે.
આ પણ વાંચો- ભીમ આર્મીમાં થઈ બગાવત, ચંદ્રશેખર ઉપર લાગ્યા આ ગંભીર આરોપો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
