વિવાદિત IAS પૂજા ખેડકરને ટ્રેનિંગ રદ કરી મસૂરી એકેડમીમાં મોકલી દેવાઈ, જાણો હવે શું કાર્યવાહી થશે?
ખોટા સર્ટિફિકેટ પર આઈએએસ બનવાનો આરોપ લાગ્યો છે તે પૂજા ખેડકર પર મોટી કાર્યવાહી કરાઈ છે. હવે તેની ટ્રેનિંગ રોકીને પરત એકેડમી મોકલી દેવાઈ છે.
કેન્દ્ર સરકારે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની ટ્રેનિંગ બંધ કરી દીધી છે. મહારાષ્ટ્ર કેડરે તેણીને મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પરત મોકલી દીધી છે, જ્યાં પૂજા ખેડકરને 23 જુલાઈ સુધીમાં તેનો રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન પૂજા ખેડકર સાથે જોડાયેલા વધુ બે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક વાત એ છે કે પૂજા ખેડકરની મહારાષ્ટ્ર કેડર જ રદ કરી દેવામાં આવી છે.
સૂત્રોના હવાલાથી એક સમાચારમાં આ દાવો કરવામાં આવ્યો છે. હોમ કેડર મેળવવું એ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ભાગ લેનારાઓ માટે સૌથી મોટી ખુશી છે.
બીજા ચોંકાવનારા સમાચાર એ છે કે પૂજા ખેડકરે પુણેના કલેક્ટર સુહાસ દીવાસ સામે ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. પુણેના કલેક્ટર ડૉ. સુહાસ દીવસેએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને ફરિયાદ કરી હતી કે પૂજા ખેડકર તાલીમમાં VIP સુવિધાઓની માગણી કરી રહી છે.
પુણે કલેક્ટરની ફરિયાદ પછી પૂજા ખેડકરને તેની તાલીમ પૂર્ણ થતાં પહેલાં વાશિમમાં બદલી કરવામાં આવી હતી અને હવે તેને વાશિમથી LBSNAAમાં પરત બોલાવવામાં આવી છે. તેને મહારાષ્ટ્ર સરકારના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી મુક્ત કરવામાં આવી છે.
અધિક મુખ્ય સચિવ (પી) નીતિન ગદ્રેના પત્રમાં લખ્યુ છે કે, LBSNAA મસૂરીએ તમારા જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમને સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે અને આગળની જરૂરી કાર્યવાહી માટે તમને તરત જ પાછા બોલાવાયા છે.
ઓડી કાર, કેબિન અને સ્ટાફની માંગણી ઉપરાંત પૂજા ખેડકર પર IASમાં પસંદગી માટે વિકલાંગતા અને OBC અને ક્રીમી લેયરના નકલી પ્રમાણપત્રો સબમિટ કરવાનો પણ આરોપ છે. હવે તેમની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પૂજા ખેડકરે LBSNAAમાં રહેવું પડશે.
પુણે પોલીસ મહારાષ્ટ્ર કેડરમાં 2023 બેચની IAS પૂજા ખેડકરના મેડિકલ સર્ટિફિકેટની તપાસ કરશે. પૂજા ખેડકરે વિવિધ વિકલાંગતા કેટેગરીના પ્રમાણપત્રો સબમિટ કર્યા છે. જે ડોક્ટરોએ તેમને સર્ટિફિકેટ આપ્યા તેની પોલીસ પૂછપરછ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
