Constitution Day 2021 : PM મોદી બંધારણ દિવસની ઉજવણીમાં લેશે ભાગ
વર્ષ 1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું, તેની યાદમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Constitution Day 2021 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે સંસદ અને વિજ્ઞાન ભવનમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

વર્ષ 1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું, તેની યાદમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના મહત્વને યોગ્ય માન્યતા આપવાના વડાપ્રધાનના વિઝનના આધારે વર્ષ 2015માં ઐતિહાસિક તારીખે બંધારણ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે, આ વિઝનના મૂળ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2010માં આયોજિત 'સંવિધાન ગૌરવ યાત્રા'માં પણ શોધી શકાય છે."
સંસદના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાડુ, વડાપ્રધાન અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સંબોધિત કરશે.
પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન વિજ્ઞાન ભવન ખાતે સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત બે દિવસીય બંધારણ દિવસની ઉજવણીનું પણ ઉદ્ઘાટન કરશે.
"સુપ્રિમ કોર્ટના તમામ ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો, ભારતના સોલિસિટર જનરલ અને કાનૂની સમુદાયના અન્ય સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન પણ પ્રતિષ્ઠિત સભાને સંબોધિત કરશે"
ઉલ્લેખનીય છે કે, બંધારણ દિવસ જેને 'સંવિધાન દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરના રોજ ભારતના બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. 26મી નવેમ્બર 1949ના રોજ, ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું, જે 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
