રાહુલ ગાંધીના ટી શર્ટથી પ્રભાવિત કોંગ્રેસ કાર્યકર્તાઓ શર્ટ વગર ભારત જોડો યાત્રા કરી રહ્યા છે
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીથી પ્રભાવિત કેટલાક યુવાનો શર્ટ વગર ભારત જોડો યાત્રામાં જોવા મળ્યા હતા.
નવી દિલ્હી : એક તરફ ઉત્તર ભારતમાં શિયાળો જામ્યો છે તો બીજી તરફ કોંગ્રસની ભારત જોડો યાત્રા યુપી થઈને હરિયાણા પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાના રાહુલ ગાંધીના ટી શર્ટની સતત ચર્ચાઓ થઈ રહી છે. પુરી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી માત્ર ટી શર્ટમાં યાત્રા કરતા જોવા મળ્યા છે. ઠંડી વધતા તેમને આ મુદ્દે સવાલ પણ કરાયા હતા. હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ ટી શર્ટ કે શર્ટ વગર ભારત જોડો યાત્રા કરતા જોવા મળ્યા છે.

રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા હરિયાણામાં છે ત્યારે કરનાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ શર્ટ વગર યાત્રા કરતા જોવા મળ્યા હતા. ઉત્તર ભારત હાલ ભારે ઠંડી ઝપેટમાં છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ શર્ટ વગર જ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો એક અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે. કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અલગ લોકો સાથે જોવા મળ્યા છે. હાલમાં જ રાહુલ ગાંધી ફિલ્મી હસ્તી કામ્યા પંજાબી સાથે જોવા મળ્યા હતા. આ સિવાય ભારત જોડો યાત્રામાં ઘણા મોટા લોકો જોડાયા છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી વરસાદમાં પલળતા ભાષણ આપતા જોવા મળ્યા હતા.
#WATCH | Congress supporters dance shirtless amid dense fog during Bharat Jodo Yatra in Haryana's Karnal pic.twitter.com/0kmHmkL1nK
— ANI (@ANI) January 8, 2023
અહીં તમને જણાવી દઈએ કેસ ભારત જોડો યાત્રા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી. ત્યારપછી આ યાત્રા ઘણા રાજ્યોમાંથી પસાર થઈને રાજધાની દિલ્હીમાં પહોંચી હતી. અહીંથી યાત્રા ઉત્તર પ્રદેશ થઈને હરિયાણા પહોંચી છે. 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. આ યાત્રા દ્વારા કોંગ્રેસ પોતાનું ગુમાવેલું રાજકીય મેદાન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે પાર્ટીનું કહેવું છે કે આ કોઈ રાજકીય યાત્રા નથી પરંતુ લોકોને એક કરવાની યાત્રા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
