કોંગ્રેસે 'આપ'ના ચૂંટણી ઢંઢેરામાંથી પ્રેરણા લઈને કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP)થી પ્રેરણા લઈને, કોંગ્રેસે તેના ઢંઢેરામાં મફત વીજળી, મફત રાશન અને બેરોજગારી ભથ્થાનું વચન આપીને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીતી.
તેમણે કહ્યું કે AAP દેશના રાજકીય પ્રવચનમાં થોડો ફેરફાર લાવવાના તેના પ્રયાસોમાં સફળ રહી છે કારણ કે અન્ય પક્ષો હવે શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર મત માંગી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં જીત મેળવનારા AAP નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા. કેજરીવાલે કહ્યુ, 'આપે દેશની રાજનીતિના પ્રવચનને બદલવાનો પ્રયાસ કર્યો છે. કર્ણાટકની ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીએ અમારા ચૂંટણી ઢંઢેરા પર જીત મેળવી છે.
કેજરીવાલે વધુમાં કહ્યુ, 'અમે કહ્યુ કે અમે મફત વીજળી આપીશું, તેમણે (કોંગ્રેસ) પણ એવુ જ કહ્યુ. અમે કહ્યું કે અમે મહિલાઓને બેરોજગારી ભથ્થું, મફત રાશન અને મહિને 1,000 રૂપિયા આપીશું, તેઓએ પણ એવું જ કહ્યુ.
કેજરીવાલે કહ્યું કે ભાજપ પણ હવે આવા વચનો આપી રહી છે. પહેલા રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે વોટ માંગતી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં યોજાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં AAPએ ઘણા વોર્ડ, ત્રણ નગરપાલિકા પ્રમુખની બેઠકો, છ શહેર પંચાયત પ્રમુખની બેઠકો અને છ મ્યુનિસિપલ કાઉન્સિલરની બેઠકો જીતી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
