વિવાદ બાદ કોંગ્રેસે ગાંધીજીની પુણ્યતિથિના કાર્યક્રમથી શેહલા, કન્હૈયાનું નામ પાછુ લીધુ
દિલ્લીમાં કોંગ્રેસ તરફથી મહાત્મા ગાંધી પર આયોજિત એક કાર્યક્રમમાં શેહલા રશીદ અને કન્હૈયા કુમાર હવે શામેલ નહિ થાય.
દિલ્લીમાં કોંગ્રેસ તરફથી મહાત્મા ગાંધી પર આયોજિત એક કાર્યક્રમમાં શેહલા રશીદ અને કન્હૈયા કુમાર હવે શામેલ નહિ થાય. કોંગ્રેસે આ કાર્યક્રમમાં બંનેને બોલાવ્યા હતા પરંતુ રાષ્ટ્રદ્રોહના એક મામલે કન્હૈયાનું નામ હોવા અને શેહલાની પણ પૂછપરછ હોવાના કારણે આના પર વિવાદ થયો. ત્યારબાદ બંનેને ન બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના લઘુમતી વિભાગ 28 જાન્યુઆરીએ રાજધાની દિલ્લીમાં મહાત્મા ગાંધીની પુણ્યતિથિને બલિદાન દિવસ તરીકે મનાવી રહ્યુ છે. આના માટે એક દિવસની પરિચર્ચાનો કાર્યક્રમ રાખ્યો છે. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મનીષ તિવારી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદી, રાજ્યસભા સાંસદ કેટીએસ તુલસી, દિલ્લી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ, સાહિત્યકાર અશોક વાજપેયી, આરજેડી નેતા મનોજ ઝા શામેલ છે. આ કાર્યક્રમ માટે પહેલા જેએનયુએસયુના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને જેએનયુએસયુની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે હાલમાં જ દિલ્લી પોલિસે 2016ના જેએનયુમાં કથિત રીતે દેશ વિરોધી સૂત્રો લગાવવા મામલે કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ય સહિત અન્ય છાત્રો સામે ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્લી પોલિસે 14 જાન્યુઆરીએ જેએનયુ રાષ્ટ્રદ્રોહ મામલે દાખલ કરેલી ચાર્જશીટમાં 10 લોકોને મુખ્ય આરોપી બનાવ્યા છે. 10 મુખ્ય આરોપીઓ ઉપરાંત 36 અન્ય લોકોના નામ પણ ચાર્જશીટના 12માં કોલમમાં શામેલ કરવામાં આવ્યા છે જેમાં આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. આમાં શેહલા રશીદ અને અપરાજિતાનું નામ પણ છે.












Click it and Unblock the Notifications
