કોંગ્રેસ 100 ટકા 4 રાજ્યોમાં ચૂંટણી જીતશે, મિઝોરમમાં અમે લડાઈમાં રહીશુઃ તેલંગાણામાં મતદાન પહેલા ખડગે
Telangana Election: તેલંગાણામાં આજે એટલે કે 30મી નવેમ્બરે મતદાન ચાલી રહ્યુ છે. વોટિંગ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી ચાર રાજ્યોમાં ચૂંટણી જીતવા જઈ રહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મને 100 ટકા વિશ્વાસ છે કે અમે તમામ 4 રાજ્યોમાં જીતીશું. અમે તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જીત નોંધાવીશું. આ સાથે ખડગેએ કહ્યું કે અમે મિઝોરમમાં લડાઈમાં રહીશું.

છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો BRSને 88, કોંગ્રેસને 19 અને ભાજપને 1 સીટ મળી હતી. આવી સ્થિતિમાં, BRS રાજ્યમાં એક મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે. BRS રાજ્યની રચના બાદથી સતત સત્તામાં છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે સત્તા પરિવર્તન કરવું આસાન નહીં હોય.
બીઆરએસ સામે મોટો પડકાર એ છે કે તેના માટે આ વખતે પણ ચૂંટણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો પાર્ટીને અહીં હારનો સામનો કરવો પડશે તો પાર્ટીની મુશ્કેલીઓ ઘણી વધી શકે છે. ભાજપની વાત કરીએ તો અહીં પીએમ મોદીએ પોતે આગેવાની લીધી હતી અને જોરદાર રેલીઓ યોજી હતી. આવી સ્થિતિમાં ભાજપે પણ આ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
તમને જણાવી દઈએ કે તેલંગાણામાં મતદાન માટે ચૂંટણી પંચે નક્કર તૈયારીઓ કરી છે. મતદાન પહેલા ચૂંટણી પંચે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હકીકતમાં, આ પોલીસકર્મીઓએ પૈસાની વહેંચણી કરવા છતાં બીઆરએસ ધારાસભ્યના પુત્રની ધરપકડ કરી ન હતી. તેમની ધરપકડ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આદેશનું પાલન ન કરવાને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
