કોંગ્રેસ બહુ જલ્દી કેન્દ્રના અધ્યાદેશનો વિરોધ કરશે, બેંગ્લોરમાં યોજાનારી બેઠક મુદ્દે રાધવ ચઢ્ઢાનું નિવેદન
દિલ્હી અધ્યાદેશને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો હકારાત્મક હલ નીકળતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ આમ આદમી પાર્ટીએ તમામ વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરીને દિલ્હી અધ્યાદેશનો વિરોધ કરવા સમર્થન માંગ્યુ છે ત્યારે હવે કોંગ્રેસ તરફથી હકારાત્મક સંકેત મળ્યા છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસે હજુ સુધી કોઈ સમર્થન આપ્યું નથી. આ પહેલા અન્ય ઘણી વિપક્ષી પાર્ટીઓ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી ચુકી છે. હવે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, કોંગ્રેસે AAPને બેંગલુરુ વિપક્ષની બેઠકમાં આમંત્રણ આપ્યું છે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ પટનાની બેઠકમાં તમામ પાર્ટીઓ સામે કહ્યું હતું કે સંસદ સત્રના 15 દિવસ પહેલા તેઓ દિલ્હીની જનતાના પક્ષમાં વટહુકમ સામે પોતાનો વિરોધ જાહેર કરશે. અમે આશા રાખીએ છીએ કે કોંગ્રેસ ટૂંક સમયમાં જ વટહુકમ સામે પોતાનો વિરોધ જાહેર કરશે. સંસદનું સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, પટનાની બેઠક બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપવા દબાળ કર્યુ હતુ અને કહ્યું હતું કે જો વટહુકમ પર કોંગ્રેસનું સમર્થન નહીં મળે તો ગઠબંધન શક્ય નથી. હવે હકારાત્મ હલ નીકળી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
