સંવિધાન હત્યા દિવસના વિરોધમાં કોંગ્રેસ 4 જૂને મોદી મુક્તિ દિવસ મનાવશે, જાણો શું કહ્યું વિપક્ષે?
કેન્દ્રની નરેન્દ્ર મોદી લોકો માટે કામ કરવાની જગ્ચાએ સંવિધાન હત્યા દિવસ જેવા ગતકડા કરી રહી છે. હવે આના જવાબમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી મુક્તિ દિવસ મનાવવાની જાહેરાત કરી છે.
નરેન્દ્ર મોદી સરકારે 25 જૂને બંધારણ હત્યા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે અને સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. હવે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વળતો પ્રહાર કર્યો અને કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર લખ્યું કે, નોન-બાયોલોજિકલ વડાપ્રધાન ફરી એકવાર દંભથી ભરેલી હેડલાઇન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને 4 જૂન 2024 ના રોજ ભારતના લોકો તરફથી વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારનો સામનો કરવો પડ્યો છે. આ દિવસ ઈતિહાસમાં મોદી મુક્તિ દિવસ તરીકે ઓળખાશે.
જયરામ રમેશે વધુમાં કહ્યું કે, આ હાર પહેલા તેમણે દસ વર્ષ માટે અઘોષિત ઈમરજન્સી લાદી હતી. આ એ જ નોન-બાયોલોજિકલ વડાપ્રધાન છે જેમણે ભારતના બંધારણ અને તેના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલો કર્યો છે.
આ એ જ નોન બાયોલોજિકલ વડા પ્રધાન છે જેમના વૈચારિક પરિવારે નવેમ્બર 1949માં ભારતના બંધારણને મનુસ્મૃતિથી પ્રેરિત ન હોવાના આધારે નકારી કાઢ્યું હતું.
તેમણે કહ્યું કે, આ એ જ નોન બાયોલોજિકલ વડાપ્રધાન છે જેમના માટે લોકશાહીનો અર્થ માત્ર ડેમો-ચેર છે. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે, 2014 થી ભાજપે દરરોજ બંધારણની હત્યા કરી છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં અનિલ મસીહે બંધારણની હત્યા કરી હતી. દિલ્હીમાં 9 વર્ષની લાંબી લડાઈ બાદ દિલ્હી સરકારને તેના નિયંત્રણ હેઠળની સેવાઓ મળી.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપે કાયદો લાદ્યો અને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી. જ્યારે ભાજપ ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યુ ત્યારે બંધારણની હત્યા થઈ. તો બંધારણ હત્યા દિવસ પર ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે, વર્ષો પછી ભાજપ તેની જનવિરોધી નીતિ, આપત્તિઓ અને દેશની ખરાબ સ્થિતિ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
