કોંગ્રેસને ગાંધીજી નહીં, ગાંધી છાપ નોટ જોઇએ છે: મોદી
કોલ્હાપુર, 5 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના કોલ્હાપુર રેલી દરમિયાન કોંગ્રેસ પર જોરદાર નિશાનો સાધ્યા છે. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસને ગાંધીજી નહીં પણ ગાંધી છાપ નોટ જોઇએ છે.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, 'મારામાં એટલી હિમ્મત નથી કે હું મહાત્મા ગાંધીને કોઇનાથી છીનવી શકું, કોંગ્રેસે પોતે ગાંધીજીને છોડી દીધા છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવી જોઇએ.

મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે 'આ લોકો મારા 60 દિવસનો હિસાબ માગી રહ્યા છે. પહેલા પોતાના 60 વર્ષોનો હિસાબ તો આપો.'
People ask me where do I get my energy from, I say this is my energy, Your blessings is my energy: PM Modi pic.twitter.com/FI9WnDX9Ta
— ANI (@ANI_news) October 5, 2014 મોદીએ જણાવ્યું કે તેમની ઊર્જાનો સ્રોત દેશના નાગરિક છે. વિકાસના સપના બતાવતા મોદીએ જણાવ્યું કે મહારાષ્ટ્ર, મુંબઇમાં જ્યારે વિકાસ થશે ત્યારે જ દેશ આગળ વધી શકે છે. મોદીએ જણાવ્યું કે કોલ્હાપુરી ચપ્પલના કારણે દેશના વિકાસને વેગ મળી શકે છે.
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રમાં 4 ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આ પહેલા તેમણે સાંગલીમાં રેલી કરી હતી. જેમાં તેમણે એનસીપી પર પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપી એ એક જ ગોત્રના ભાઇઓ છે.












Click it and Unblock the Notifications
