પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો માટે ટીવી ડિબેટમાં ભાગ નહિ લે કોંગ્રેસ, આ કારણે લીધો નિર્ણય
કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. જાણો કારણ.
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. સવારથી જ ટીવી ચેનલો પર રુઝાન બતાવવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન અલગ અલગ પાર્ટીના પ્રવકતા ડિબેટ પેનલ પર બેઠેલા દેખાઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. પાર્ટી તરફથી આ નિર્ણય મતગણતરીના એક દિવસ પહેલા જ લેવામાં આવ્યો હતો.

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ માહિતી આપી કે દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા પાર્ટીના પ્રવકતા ચૂંટણી પરિણામો આવ્યા બાદ જ ટીવી ડિબેટમાં શામેલ થશે. રણદીપ સુરજેવાલાએ આગળ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ એ નક્કી કર્યુ છે કે મતગણતરી દરમિયાન અમારી પાર્ટીના કોઈ પ્રવકતા કોઈ ટીવી ડિબેટમાં શામેલ નહિ થાય. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે આ મુશ્કેલ સમયમાં જ્યારે રાષ્ટ્ર એક અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે તો કેન્દ્રની મોદી સરકાર નેતૃત્વ સંભાળવામાં નિષ્ફળ ગઈ છે અને એ અમને સ્વીકાર્ય નથી.
અમે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુઃ સુરજેવાલા
સુરજેવાલાએ આગળ કહ્યુ કે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુ, બની શકે કે અમે જીતી જઈએ કે હારી જઈએ પરંતુ આવા સમયમાં કે જ્યારે લોકોને ઑક્સિજન, હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને વેંટિલેટરની કમી થઈ રહી છે ત્યારે અમારી ફરજ છે કે તેમની સાથે ઉભા રહીએ.
At a time when Nation is facing an unprecedented crisis, when Govt under PM Modi has collapsed, we find it unacceptable to not hold them accountable & instead discuss election wins & losses.
— Randeep Singh Surjewala (@rssurjewala) May 1, 2021
We @INCIndia have decided to withdraw our spokespersons from election debates.
1/2
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
