રિચાર્જમાં બેફામ વધારા સામે કોંગ્રેસના નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આરોપ, TRAI પર સવાલ ઉઠાવ્યા
ભારતમાં અગ્રણી મોબાઈલ સેવા આપતી કંપનીઓએ રિચાર્જમાં બેફામ વધારો કર્યો છે. આ વધારાને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
ભારતની ત્રણ મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ટેરિફ રેટમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે વિપક્ષે કેન્દ્ર સરકાર અને TRAI પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ પોસ્ટ કરીને કહ્યું કે, ખાનગી મોબાઈલ ઓપરેટરોને એકપક્ષીય રીતે ટેરિફ વધારવાની મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારને પ્રશ્ન કરવા જોઈએ. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વધેલા દરોથી ગ્રાહકો પર 34,824 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
સેલ ફોન રિચાર્જના ટેરિફ રેટમાં વધારાને લઈને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને કેટલાક મોટા પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે, જ્યારે ખાનગી મોબાઈલ ઓપરેટરોએ તેમના આર્થિક માપદંડો અલગ હોવા છતાં ટેરિફમાં 15-16 ટકાનો વધારો કર્યો ત્યારે સરકારે આંખ આડા કાન કેમ કર્યા?
CPI(M) સમર્થિત CITU એ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને કહ્યું કે ટેરિફમાં વધારો પાછો ખેંચવાથી સામાન્ય લોકોને નુકસાન થશે અને તે સંપૂર્ણપણે અયોગ્ય છે.
પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા 109 કરોડ યુઝર્સના ગ્રાહક આધાર સાથે તેમના ટેરિફમાં સરેરાશ 15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે સામાન્ય માણસ પર ખર્ચનો વધારાનો બોજ 34,824 કરોડ રૂપિયા વધી જશે.
રણદિવ સુરજેવાલાએ જણાવ્યું કે, બે બાબતો અલગ છે. પ્રથમ ટેરિફ વધારાની જાહેરાતની તારીખ સ્પષ્ટપણે ત્રણેય કંપનીઓ એકબીજા સાથે પરામર્શ કરતી હોવાનું જણાય છે. વધેલા ટેરિફની અસરકારક અમલીકરણની તારીખ સમાન છે.
સરકારને કોંગ્રેસના 5 પ્રશ્નો
- શું મોદી સરકારે 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પર આશરે 35 હજાર કરોડનો બોજ લાદતા પહેલા કોઈ તપાસ કરી?
- શું મોદી સરકારે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી પર કોઈ અસરનો અભ્યાસ કર્યો છે?
- શું મોદી સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર અગાઉની છૂટની અસરનો અભ્યાસ કર્યો?
- તે કેવી રીતે બની શકે કે તમામ સેલ ફોન કંપનીઓ તેમના ટેરિફમાં 15-20% વધારો કરે, જ્યારે તેમનું રોકાણ, ગ્રાહક આધાર વગેરે બધું જ અલગ હોય.
- શું એ સાચું નથી કે સુપ્રીમ કોર્ટે ભારત સરકાર અને ટ્રાઈને સ્લીપિંગ પાર્ટનર તરીકે નહીં પણ જનતા માટે સક્રિય ભાગીદાર તરીકે કામ કરવા કહ્યું હતું?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
