રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની 152 ઉમેદવારોની યાદી જાહેર
રાજસ્થાનની ચૂંટણી માટે કોંગ્રેસની 152 ઉમેદવારોની યાદી જાહેર
નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કુલ 152 ઉમેદવારોને ટિકિટ આપી છે. આ યાદીમાં તમામ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનાં નામ સામેલ છે. રાજસ્થાન વિપક્ષના નેતા સચિન પાયલટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની લાંબી બેઠક અને તમામ નેતાઓની સાથે મંથન બાદ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

તમામ મંથન બાદ ફેસલો
તમામ નેતાઓની બેઠક અને ઉમેદવારોના નામના મંથન બાદ આ ફેસલો લેવામાં આવ્યો છે કે સચિન પાયલટ જે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્યા પણ છે, તેઓ ટોંકથી કોંગ્રેસના ઉમેદવાર હશે, જ્યારે અશોક ગેહલોત પોતાની ઘરેલૂ સીટ સરદારપુરા વિધાનસભા સીટી પાર્ટીના ઉમેદવાર હશે. જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા સીપી જોશી અને ગિરિરાજ વ્યાસને પણ ટિકિટ આપવામાં આવી છે. સીપી જોશી નાથદ્વારા સીટથી અને ગિરિરાજ વ્યાસ ઉદયપુર વિધાનસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર હશે.

પૂર્વ ભાજપના નેતાને ટિકિટ
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને રાજસ્થાન પોલીસના પૂર્વ અધિકારી હરીશ મીણા, જેમણે તાજેતરમાં જ કોંગ્રેસનો હાથ થામ્યો છે, એમને પણ ટિકિટ આપવામાં આવી હતી. તેઓ દેઓલી-અનિયારા વિધાનસભા સીટથી પાર્ટીના ઉમેદવાર હશે. સાથે જ અર્જુન અવોર્ડ વિજેતા કૃષ્ણ પુનિયાને પાર્ટીના સાદુલપુર વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પણ ગુરુવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી, જેમાં કેટલાય દિગ્ગજ ચેહરાઓને સામેલ કરવામાં આવ્યા હતા.

7 ડિસેમ્બરે છે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી થશે. પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની કુલ 200 સીટ છે. અહીં મતોની ગણતરી 11 ડિસેમ્બરે થશે. આ વખતે ચૂંટણીમાં એક તરફ ભાજપ ફરી વાર સત્તા મેળવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ પ્રદેશમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
