હાથમાં પૂજાનું ફૂલ લઈને છેવટે રાહુલે કેમ કહ્યુ કે ‘હું છુ કૌલ બ્રાહ્મણ'?
રાજસ્થાનાં રાહુલ ગાંધીએ રેલી દરમિયાન કહ્યુ કે,‘હું કૌલ બ્રાહ્મણ છુ અને મારુ ગોત્ર દત્તાત્રેય છે.’
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને ભાજપ બંનેએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ ક્રમમાં રાહુલ ગાંધીએ સોમવારે રાજસ્થાનમાં ત્રણ રેલીઓ કરી પરંતુ આ રેલીઓ પહેલા રાહુલ ગાંધીએ પહેલા અજમેર શરીફાં જઈને ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી તો વળી તે બાદ પુષ્કરના બ્રહ્મા મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી. જ્યાં તેમણે પૂજા દરમિયાન કહ્યુ કે, 'હું કૌલ બ્રાહ્મણ છુ અને મારુ ગોત્ર દત્તાત્રેય છે.'

રાહુલનું ગોત્ર બતાવવા પાછળ બ્રાહ્મણ કાર્ડ?
ત્યારબાદ રાજકીય ગલીઓમાં તેમના ગોત્ર અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ પણ વિરોધી પક્ષ રાહુલના બ્રાહ્મણ હોવા પર આંગળી ઉઠાવી રહ્યા છે પરંતુ રાજકારણની જાણકારી ધરાવતા લોકોએ કહ્યુ કે આ રાહુલનું બ્રાહ્મણ કાર્ડ છે કે જે તેમણે ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ખેલ્યુ છે.

રાજસ્થાનમાં બ્રાહ્મણ નેતાઓનું લાંબા સમય સુધી રહ્યુ રાજ
વાસ્તવમાં રજવાડાઓની ધરતી રાજસ્થાન પર બ્રાહ્મણ નેતાઓનું લાંબા સમય સુધી રાજ રહ્યુ છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ પાર્ટી અહીંના બ્રાહ્મણોની પહેલી પસંદ હતી પરંતુ સમય બદલાતા આ પ્રેમ ધૂંધળો થઈ ગયો. જેની પાછળનું કારણ કોંગ્રેસનું બ્રાહ્મણો પ્રત્યેનું ઉદાસીન વલણ અને રાજપૂત પ્રેમ રહ્યો છે. જો કે હવે લાગે છે કે કોંગ્રેસને આ વાત સમજમાં આવી ગઈ છે અને કદાચ એટલા માટે જ રાહુલ ગાંધીએ અહીં હાથમાં પૂજાના પુષ્પો લઈ પોતાના બ્રાહ્મણ હોવાની વાત કહી છે.

રાજસ્થાનમાં બ્રાહ્મણ મતદારોની સ્થિતિ
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 8 ટકા મતો બ્રાહ્મણોના છે. અહીંની લગભગ 30 વિધાનસભા સીટોનું ગણિત બ્રાહ્મણ બગાડી શકે છે એટલા માટે કોંગ્રેસે બ્રાહ્મણ કાર્ડનો દાવ ખેલ્યો છે. હાલમાં જ થયેલા ઘણા સર્વેએ સ્પષ્ટ કર્યુ છે કે અહીંના બ્રાહ્મણ વસુંધરા સરકારથી ખાસ ખુશ નથી અને આનો ફાયદો કોંગ્રેસ પક્ષ ઉઠાવવાની ઈચ્છા ધરાવે છે. પાર્ટી પાસે હાલમાં સીપી જોશી, ગિરિજા વ્યાસ અને રઘુ શર્મા જેવા બ્રાહ્મણ ચહેરા છે. એટલુ જ નહિ કોંગ્રેસે રાજસ્થાનમાં પાર્ટી પ્રભારીની કમાન અવિનાશ પાંડેના હાથમાં આપીને બ્રાહ્મણ વર્ગને ખુશ કરવાની કોશિશ કરી છે.

આઝાદી બાદ કોંગ્રેસના 5 બ્રાહ્મણ સીએમ
ઉલ્લેખનીય છે કે આઝાદી બાદથી લઈને 1990 સુધી અહીં પાંચ બ્રાહ્મણમ મુખ્યમંત્રી બન્યા. 1990માં હરિદેવ જોશી છેલ્લા બ્રાહ્મણ સીએમ હતા. એટલુ જ નહિ કોંગ્રેસે બ્રાહ્મણ સમાજમાંથી 20 લોકોને આ વખતે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ગઈ ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજને 17 ટિકિટ આપવામાં આવી હતી. હવે આ દાવનો ફાયદો કોંગ્રેસને મળે છે કે નહિ તે તો આવનારી ચૂંટણીનું પરિણામ જ બતાવશે.

આ છે રાજસ્થાનમાં બ્રાહ્મણ સીએમનો કાર્યકાળ
1949થી 1951 સુધી - હીરાલાલ શાસ્ત્રી
1951થી 1952 સુધી - જયનારાયણ વ્યાસ
માર્ચ 1952થી ઓક્ટોબર 1952 સુધી - ટીકારામ પાલીવાલ
નવેમ્બર 1952થી નવેમ્બર 1954 સુધી - જયનારાયણ વ્યાસ
ઓગસ્ટ 1973થી એપ્રિલ 1977 સુધી - હરિદેવ જોશી
માર્ચ 1985થી જાન્યુઆરી 1988 સુધી - હરિદેવ જોશી
ડિસેમ્બર 1989થી માર્ચ 1990 સુધી - હરિદેવ જોશી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
