જેલમાં પત્રકારોને અફઝલે કહ્યું હતું કે 'ડબલ ગેમ રમી રહી છે કોંગ્રેસ'

તિહારની જેલ નંબર 3માં આપેલા ઇન્ટરવ્યુંમાં અફઝલ ગુરૂએ કહ્યું હતું કે જેલમાં જીંદગી નરક સમાન બની ગઇ છે. હું સરકાર પાસે બે મહિના પહેલાં જલદી સજા આપે તે અંગે આગ્રહ કરી ચુક્યો છું. હું મડદાની જેમ જીવવા માંગતો નથી. પુરી હિંમત સાથે તેને કહ્યું હતું કે મે એ પણ આગ્રહ કર્યો હતો કે જે સમયે સરકાર નિર્ણય લે ત્યારે મને કાશ્મીરની જેલમાં સ્થળાંતરિત કરી દે. પરંતુ તેની આ ઇચ્છા અધુરી રહી ગઇ.
જમ્મૂ અને કાશ્મીરના સોપોર જિલ્લા નિવાસી અફઝલને સંસદ પર 13 ડિસેમ્બર 2011 ના રોજ થયેલા આત્મઘાતી હુમલાનું કાવતરૂ ઘડવામાં મહત્વની ભૂમિકા નિભાવવાના આરોપ મોતની સજા સંભળાવી હતી. આ હુમલામાં નવ લોકોના મોત નિપજ્યાં હતા. જૂન 2008માં આપેલા ઇન્ટરવ્યુંના ચાર વર્ષ પસાર થયા બાદ શનિવારે તિહાર જેલમાં તેના સેલની બહાર ફાંસી આપવામાં આવી.
યુપીએ સરકારનો પહેલા કાર્યકાળ પુરો થવાને એક મહિના પહેલા અફઝલ ગુરૂએ કહ્યું હતું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી તેની દુર્દશા પર જલદી નિર્ણય લઇ શકે છે. હાલની સરકાર તેની મોત સજાને લઇને દુવિધામાં છે. તેને કહ્યું હતું કે મને લાગતું નથી કે યુપીએ સરકાર કોઇ નિર્ણય પર પહોંચી શકે.
કોંગ્રેસ પાસે બે મહિનાનો સમય બચ્યો છે અને તે બેવડી ગેમ રમી રહી છે એટલે કે તે જાણતો હતો કે તેની ફાંસીનો રાજકીય ઉપયોગ થશે.
અફઝલે કહ્યું હતું કે મારી દિલથી ઇચ્છા છે કે ભારતના આગામી વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી બને કારણ કે ફક્ત તે જ મને ફાંસી પર લટકાવવાનો નિર્ણય લઇ શકે છે. જેથી મને દર્દ અને રોજની દુર્દશાથી છુટકારો તો મળી જશે. જેલ અધિકારીઓને એ વાતની ખબર પડવા દિધી ન હતી કે અફઝલનો મુલાકાતી એક પત્રકાર હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
