અડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે
પીએમ પુનિયાએ અડવાણીની જગ્યાએ અમિત શાહને ટિકિટ અપાયા બાદ કહ્યુ કે લાલકૃષ્ણ અડવાણી જેવા ઉત્કૃષ્ટ સાંસદને તડીપાર અમિત શાહ દ્વારા બદલી દેવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની પહેલી સૂચિમાં લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસી નેતી પીએમ પુનિયાએ કહ્યુ કે અડવાણી દેવા ધુરંધર સાંસદની જગ્યા તડીપાર કરેલા અમિત શાહ લઈ રહ્યા છે. જનતા બધુ જાણે છે કે શિફ્ટ કઈ રીતે થયુ છે અને પક્ષ સંપૂર્ણપણે એખ વ્યક્તિના શિકંજામાં ચાલી રહ્યો છે.

પીએમ પુનિયાએ અડવાણીની જગ્યાએ અમિત શાહને ટિકિટ અપાયા બાદ કહ્યુ કે લાલકૃષ્ણ અડવાણી જેવા ઉત્કૃષ્ટ સાંસદને તડીપાર અમિત શાહ દ્વારા બદલી દેવામાં આવ્યા છે. હવે લોકોને ખબર પડી ગઈ છે કે ભાજપ માત્ર અમિત શાહ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. નોંધનીય વાત એ છે કે 1991માં પહેલીવાર ગાંધીનગર સીટથી લોકસભા ચૂંટણી લડનાર અડવાણીએ 1998, 1999, 2004, 2009 અને 2014 થયેલી ચૂંટણીઓમાં જીત મેળવી હતી. હવે આગામી ચૂંટણીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે.
જૈન હવાલા ડાયરી મામલે તેમના નામનો ઉલ્લેખ થયા બાદ માત્ર એક વાર 1996માં અડવાણી ચૂંટણી નહોતા લડ્યા. ભાજપે ગુરુવારે સાંજે 11 એપ્રિલથી શરૂ થનારી લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાર્ટી પ્રમુખ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત 184 ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 23મેના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે.












Click it and Unblock the Notifications
