કોંગ્રેસે દિલ્હીના 5 નેતાઓને શૉ કોઝ નોટિસ મોકલી
કોંગ્રેસે દિલ્હીના 5 નેતાઓને શૉ કોઝ નોટિસ મોકલી
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ પોતાના 5 નેતાઓને કારણ જણાવો નોટિસ મોકલી છે. કોંગ્રેસની અનુશાસન સમિતિએ દિલ્હીના ત્રણ પૂર્વ મંત્રિઓ સહિત 5 કોંગ્રેસી નેતાઓને કારણ જણાવો નોટિસ મોકલી છે. કોંગ્રેસની કેન્દ્રીય અનશાસન સમિતિના સભ્ય સચિવ મોતી લાલ વોરાએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે તમામ નેતાઓને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ સાર્વજનિક રૂપે નિવેદનબાજી કરવાના આરોપમાં કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી છે.

કોંગ્રેસના આ તમામ નેતાઓને 15 દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે. એટલું જ નહિ પાર્ટી નેતાઓ તરફથી જવાબ ન આપવામાં આવવાની સ્થિતિમાં સમુચિત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મંત્રી કિરણ વાલિયા, મંગતરામ સિંઘલ અને રમાકાંત ગોસ્વામી, પૂર્વ નિગમ પાર્ષદ રોહિત મનચંદા અને પૂર્વ પાર્ષદ જિતેન્દ્ર સિંહ કોચરને કારણ દર્શાવો નોટિસ મોકલી છે.
જણાવી દઈએ કે આ નેતાઓએ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પીસી ચાકો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આ નેતાઓએ ચાકોને પદથી હટાવવાની માંગ કરી છે. નેતાઓએ આરોપ લગાવ્યો કે દિલ્હી કોંગ્રેસની હાલત બગડવા પાછળ પીસી ચાકો જવાબદાર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના મૃત્યુ બાદ તેમના દીકરા સંદીપ દીક્ષિતે પણ પોતાની મા અને પૂર્વ મુખ્યમંત્રીના મોત માટે પીસી ચાકોને જવાબદાર ઠહેરાવ્યા હતા. આ મામલે સોનિયા ગાંધી તમાસ કરાવી પીસી ચાકોને પદ પરથી હટાવવાની માંગણી કરી હતી. જ્યારે હવે આલાકમાને આ બાબતને બહુ ગંભીરતાથી લઈ પાર્ટીના નેતાઓને કારણ દર્શાવો નોટિસ મોકલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
