સંકટ સમયે બુરખો ઓઢી લે છે કોંગ્રેસઃ મોદી

મોદીએ કોંગ્રેસ પર ગરીબી દૂર કરવાના વચનો પૂરા નહીં કરીને દેશના લોકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 1970ના દશકામાં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું. ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં આપવામાં આવેલા નારા 'ગરીબી હટાવો' અને બાદમાં તેમના પુત્ર અને પુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા તેનો ઉપયોગ કરવા તરફ ઇશારો કરતા મોદીએ કહ્યું કે 35 વર્ષ પહેલા તેમણે ગરીબી નાબૂદીનું વચન આપ્યું હતું. કોઇ તેમને જઇને પૂછે કે એ વચનનું શું થયું? ભારતના ગરીબ તેમની મત પેટીઓ ભરે છે અને હવે તેમણે ખુલી રીતે માની લીધું છે કે તેઓ ગરીબી હટાવી શકે તેમ નથી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે, શહજાદે સાહેબ ગરીબોના ઘરમાં જાય છે અને મીડિયાને તે ધ્વંસાવશેષ દર્શાવે છે જ્યાં ક્યારેક મહેલ હતા. તેમણે વ્યંગ કર્યો કે શહજાદે કદાચ એવું કહેવા માગે છે કે જુઓ અમારા પુર્વજોએ શું કર્યું.
તેમણે વધુંમાં કહ્યું કે, અર્થશાસ્ત્ર વિશેષજ્ઞ હોવા છતા તે રૂપિયાની કિંમતમાં સતત થઇ રહેલા ઘટાડાને રોકી શકતા નથી. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'વારીસ' ગરીબોના ઘરમાં રાત વિતાવે છે અને મીડિયા તથા વિદેશીઓને આ અતીતનો ભાગ કહીને દેખાડે છે, જ્યારે 35 વર્ષ પહેલા કોંગ્રેસે ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું.
મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, દેશની હાલની સમસ્યાઓ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે તથા આ સરકારને બેદખલ કરીને દેશનો ઉદ્ધાર કરી શકાય છે. તેમણે કહ્યું કે, દેશની જનતા કેન્દ્રમાં નવી સરકાર ઇચ્છે છે, કારણ કે મનમોહન સરકારે મોંઘવારી અને ભ્રષ્ટાચારને છોડીને કંઇ આપ્યું નથી.
ખાદ્ય સુરક્ષા કાર્યક્રમને લઇને મોદીએ કહ્યું કે સરકાર એવું વિચારે છે કે ખાદ્ય સુરક્ષા બીલ લાવવાથી જરૂરિયાતમંદ લોકો સુધી ખાવાનું પહોંચાડવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
