કર્ણાટકમાં કોંગ્રેસે બીજેપી સાથે મોટો ખેલ કરી નાંખ્યો? JDS બીજેપીની પદયાત્રાને સમર્થન નહીં આપે
લોકસભામાં ખરાબ રીતે હાર્યા બાદ બીજેપી માટે લોકોનું સમર્થન સતત ઘટી રહ્યું છે. બીજી તરફ હવે સહયોગી પાર્ટીઓ પણ ઠેંગો દેખાડી રહી છે. આવી જ સ્થિતી કર્ણાટકમાં જોવા મળી છે.
કર્ણાટકમાં ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલી કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારને ભાજપના સહયોગી જેડીએસે ખુશ થવાની તક આપી છે.

પાર્ટીએ 3 ઓગસ્ટથી રાજ્ય સરકાર વિરુદ્ધ ભાજપ દ્વારા પ્રસ્તાવિત પદયાત્રાથી પોતાને દૂર રાખ્યા છે અને કહ્યું છે કે તે નૈતિક સમર્થન પણ નહીં આપે.
કેન્દ્રીય મંત્રી અને જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચડી કુમારસ્વામીએ બુધવારે દિલ્હીમાં નિર્ધારિત કર્ણાટક ભાજપની પદયાત્રાને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો છે.
તેમણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને લોકોની સમસ્યાને કારણ ગણાવ્યું છે. સાથે સાથે તેમણે ભાજપના નેતાઓના વલણ સામે આંગળી ચીંધીને ગઠબંધન પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે.
કુમારસ્વામીએ કહ્યું કે, જ્યારે તે અમને વિશ્વાસમાં લેવા તૈયાર નથી તો અમે શા માટે તેમનું સમર્થન કરીએ? તેઓએ પદયાત્રા અંગે અમારી સાથે કેવું વર્તન કર્યું તે જણાવવું જોઈએ. તેઓ શું હાંસલ કરવા માગે છે? હું ઉદાસી અનુભવું છું, મને પીડા થાય છે.
આ પછી ભાજપ પર પોતાનો ગુસ્સો ઠાલવતા તેમણે કહ્યું કે, કોણ છે પ્રીતમ જે ગૌડા? તેણે જ એચડી દેવગૌડા પરિવારને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે (ભાજપના લોકો) તેને સ્ટેજ પર લાવે છે અને મારી સાથે બેસાડે છે. પેન ડ્રાઈવ (પ્રજ્વલ રેવન્ના કેસમાં)ના વિતરણ માટે કોણ જવાબદાર છે? શું તે (ભાજપ) નથી જાણતા કે હાસનમાં શું થયું? ચૂંટણી ગઠબંધન અલગ છે અને રાજકારણ અલગ છે.
હાલ સુધી એવી તૈયારીઓ હતી કે કુમારસ્વામી પણ ભાજપના નેતાઓ સાથે બેંગલુરુથી મૈસુર સુધીની એક સપ્તાહની પદયાત્રામાં ભાગ લેવાના હતા. મૈસુરમાં 4,000 રૂપિયાના કથિત જમીન કૌભાંડ (મુડા કૌભાંડ) અને આદિવાસીઓ સાથે સંબંધિત વાલ્મિકી કૌભાંડ વિરુદ્ધ આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે, મંગળવારે જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પાર્ટીના ટોચના નેતાઓ સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા દિલ્હી ગયા હતા. માત્ર એક દિવસ પછી કુમારસ્વામીનું વલણ નવી રાજકીય અટકળોને જન્મ આપી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
