કોંગ્રેસે જેના પર સવાલ ઉઠાવ્યા છે એ ઈઝરાયેલ સાથે જોડાયેલ સૉફ્ટવેરનો મામલો શું છે? અહીં જાણો સમગ્ર વિગત
ભારતની સત્તારુઢ પાર્ટી દ્વારા ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે ઈઝરાયેલની કંપનીઓ, કૉન્ટ્રાક્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. જાણો સમગ્ર મામલો.
કોંગ્રેસે દિલ્લી સ્થિત પોતાના રાષ્ટ્રીય કાર્યાલયમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને ઘેરી અને આરોપ લગાવ્યો કે ભારતની સત્તારુઢ પાર્ટી દ્વારા ભારતના લોકતંત્રને દરેક જગ્યાએથી હાઈજેક કરવામાં આવી રહી છે. ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે ઈઝરાયેલની કંપનીઓ, કૉન્ટ્રાક્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવકતા પવન ખેડા અને સુપ્રિયા શ્રીનેત્રએ ઈઝરાયેલની ટીમ જ્યૉર્જ અને ભાજપના આઈટી સેલમાં સમાનતા ગણાવીને કહ્યુ કે ભાજપ નકલી સમાચારો અને ખોટી માહિતી લોકો વચ્ચે ફેલાવે છે જેથી દેશમાં ચૂંટણીની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકાય.

કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ કહ્યુ કે જો બીબીસી કોઈ ડૉક્યુમેન્ટ્રી રિલીઝ કરે તો દેશ માટે જોખમ પેદા થઈ જાય છે પરંતુ જ્યારે દેશની ચૂંટણીમાં ઈઝરાયેલી એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પરિણામો બદલી શકાય, ત્યારે દેશનો જોખમ નથી હોતુ. જ્યારે પેગાસસ દ્વારા દેશના મહત્વપૂર્ણ વ્યક્તિઓના ફોન ટેપ કરવામાં આવતા હતા ત્યારે તેમને દેશની ચિંતા ના થઈ? આપણે એક ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં દેશ અને દેશનુ લોકતંત્ર ખરેખર જોખમમાં આવી ગયુ છે. ભારતમાં બેસીને દેશના લોકતંત્ર સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. ભારતીયોની ગોપનીય માહિતીઓને લીક કરવામાં આવી રહી છે.
પવન ખેડાએ કહ્યુ કે ટીમ જ્યોર્જ, જેના પર વિશ્વના 30થી વધુ દેશોની ચૂંટણી પ્રણાલીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ છે, તે એક એવા સોફ્ટવેર પર કામ કરે છે જેના દ્વારા નકલી સોશિયલ મીડિયા અકાઉન્ટ ચલાવવામાં આવે છે અને ભારત સહિત આ દેશોમાં સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવે છે. સુપ્રિયા શ્રીનેતે કહ્યુ કે અમે ભારતમાં પણ આવી જ રીત જોઈ છે, અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ અંગે પોતાનુ મૌન તોડે અને દેશની લોકશાહીને બચાવવામાં તેમની શું ભૂમિકા છે તે જણાવે.
જાણો શું છે સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની જાસૂસી કંપની પર 30થી વધુ દેશોની ચૂંટણીમાં દખલઅંદાજી કરવાનો આરોપ છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલની એક કંપની ભારત સહિત ઘણા દેશોમાં નકલી મીડિયા અભિયાન ચલાવી રહી છે. બ્રિટનના ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સની તપાસમાં એ વાત સામે આવી છે કે ઈઝરાયેલની કંપની ટીમ જ્યોર્જ તેના ગ્રાહકોને એડવાન્સ ઈમ્પેક્ટ મીડિયા સોલ્યુશન નામનુ સોફ્ટવેર આપે છે, જેના દ્વારા સોશિયલ મીડિયા પર આવા કેમ્પેઈન ચલાવવામાં આવે છે.
ઈઝરાયેલની જાસૂસી ફર્મ કોણ ચલાવે છે
રિપોર્ટ મુજબ આ કંપની ઇઝરાયેલ સ્પેશિયલ ફોર્સના ભૂતપૂર્વ ઑપરેટિવ તાલ હનાન દ્વારા ચલાવવામાં આવે છે, જેની ઉંમર 50 વર્ષની છે. તે નકલી નામ જ્યોર્જનો ઉપયોગ કરે છે. ટીમ જ્યોર્જ પર હેકિંગ, તોડફોડ, ઑનલાઈન ફેક ન્યૂઝ ચલાવવા જેવા અનેક આરોપો લાગી ચૂક્યા છે. બીજી તરફ હનાનનુ કહેવુ છે કે તેણે કંઈ ખોટુ કર્યુ નથી. ટીમ જ્યોર્જના જે અન્ડરકવર ફૂટેજ સામે આવ્યા છે તેને ત્રણ પત્રકારોએ શૂટ કર્યા છે, જેમાં આ લોકોએ પોતાને સંભવિત ગ્રાહકો તરીકે દર્શાવ્યા હતા. આ બાબતે હનાનની ટીમ જણાવે છે કે તેઓ કેવી રીતે વિરોધીઓની ગુપ્ત માહિતી એકત્રિત કરે છે અને તેને વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડે છે. પત્રકારોની આ તપાસમાં ફ્રેન્ચ સંસ્થા ફૉરબિડન સ્ટોરીઝ પણ સામેલ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
