ભારત બંધઃ કોંગ્રેસે 10મી સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું
ફ્યૂઅલ લૂંટના વિરોધમાં કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું, 10મી સપ્ટેમ્બરે ભારત બંધ.
નવી દલ્હીઃ એટ્રોસિટી એક્ટમાં થયેલા ફેરફારને પગલે સવર્ણોએ ભારત બંધનું એલાન કર્યું હતું. 6 સપ્ટેમ્બરે કરેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યા બાદ હવે કોંગ્રેસે પણ 10મી સપ્ટેમ્બરે દેશભરમાં બંધનું એલાન કર્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતા સતત વધારાના પગલે ફ્યૂઅલ લૂંટના વિરોધમાં કોંગ્રેસે બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસના કોમ્યુનિકેશન ઈનચાર્જ રણદીપ સુરજેવાલાએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થતા વધારા બાબતે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લાદી કરોડો રૂપિયાની કમાણી કરી છે.

સુરજેવાલાએ કહ્યું કે "ભારત સરકાર કરી રહેલી આ લૂંટના વિરોધમાં અને 11 લાખ કરોડની કેન્દ્ર સરકારની ફ્યૂઅલ લૂંટને ઉજાગર કરવાના હેતુસર કોંગ્રેસ પાર્ટીએ 10મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે અને સાથે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી તથા રાજ્યમાં વેટ ઘટાડવાની માગણી પણ કરી છે." વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટી અંતર્ગત લાવવું જોઈએ જેથી કરીને સામાન્ય માણસની તકલીફમાં ઘટાડો થાય અને નબળો માણસ રાહતનો શ્વાસ લઈ શકે. વધુમાં સુરજેવાલાએ જણાવ્યું કે અમે અન્ય ગ્રૂપ તથા એનજીઓને પણ આ ચડવળમાં જોડાવવા માટે આમંત્રણ મોકલ્યું છે.
દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 79.51 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત પણ 0.36 પૈસાના વધારા સાથે 71.55 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.91 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે અને ડીઝલની કિંમત 0.42 પૈસાના વધાર સાથે 75.96 રૂપિયાએ પહોંચી ગયું છે.
અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 0.48 પૈસાના વધારા સાથે 79.14 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી છે જ્યારે ડીઝલ 0.56 રૂપિયાના વધારા સાથે 77.34 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે કિંમતો પહોંચી ગઈ છે. આ પણ વાંચો- હાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
